શ્રાવણના દર સોમવારે અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા ગુજરાતની આ પાલિકાનો આદેશ

PC: twitter.com

દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના અવસરે સુરત મહાનગરપાલિકાએ શહેર કતલખાના બંધ રાખવાનો આદેશ કર્યો છે. SMCની પ્રેસ રીલિઝમાં જણાવવામાં આવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ તા.30/07/2014 થી દર વર્ષે શ્રાવણ માસના દર સોમવારે એટલે કે ચાલુ વર્ષ-2023 ની તા.21/08/2023,  તા.28/08/2023,  તા.04/09/2023 અને તા.11/09/2023 ના દિવસો દરમ્યાન તેમજ સ્થાયી સમિતિએ તેમના ઠરાવ નં.261, તા.20/02/1976 મુજબ તા.07/09/2023 ને ગુરુવારના રોજ  જન્માષ્ટમી  નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ બંધ રાખવાનું ઠરાવેલું છે.

આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામે આની નોંધ લેવા પાલિકાએ જણાવ્યું છે. આપેલ સુચનાનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ધી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એકટની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે માર્કેટ ખાતાના વડાએ એક યાદીમાં જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp