ઇન્ટરનેશનલ એથલીટ સરિતા ગાયકવાડનો ડાંગર કાપવાનો આ વીડિયો જીતી લેશે તમારું દિલ

PC: zeenews.india.com

ઇન્ટરનેશનલ દોડવીર તરીકે ખ્યાતિ મેળવનાર સરિતા ગાયકવાડનો ખેતરમાં કામ કરતો એક વીડિયો સામે આવ્યો છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ સરિતા ગાયકવાડનો આ વીડિયો વાયરલ થયો છે. ખેતરમાં કામ કરતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના લોકોએ પુષ્કળ વખાણ કર્યાં છે. 

ઇન્ટરનેશનલ દોડવીર તરીકે ખ્યાતિ મેળવ્યા બાદ અને પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક (DYSP)ની ફરજ બજાવ્યા બાદ પણ તેઓ સાદગી રીતે ખેડૂત પુત્રી તરીકેનું જીવન જીવે છે. સામાન્ય ખેડૂત પરિવારની દીકરીની જેમ તેઓ ખેતરમાં ડાંગરની કાપણી કરતા નજરે પડ્યા છે. જેના કારણે લોકો તેમના વખાણ કરતા થાકી રહ્યાં નથી. 

ગત વર્ષે જ દેશ-દુનિયામાં ગુજરાતનું નામ ઉજ્જવળ કરનારા ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. ગુજરાત સરકારે એશિયન ગેમ્સ 2018ની 4x400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા સરિતા ગાયકવાડને પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક (DYSP ) તરીકે નિમણૂક આપી છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ટ્વીટ કરીને સરિતા ગાયકવાડને શુભેચ્છા પાઠવી હતી. નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન અવસર પર આ જાહેરાત કરીને સરકારે મહિલા શક્તિને બિરદાવી હતી.

સરિતા ગાયકવાડ ગુજરાતના ડાંગ જિલ્લાના નાકકડા ગામમાંથી આવે છે. તેમના ઘરે શરૂઆતમાં પાણીના કનેક્શનની કોઈ વ્યવસ્થા નહોતી, પણ ત્યારબાદ સરકારે તેમના ઘરે નળ કનેક્શન કરી આપ્યું હતું. સરિતા ગાયકવાડનો જન્મ 1 જૂન 1994ના રોજ ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામે એક આદિવાસી પરિવારમાં થયો હતો. તેમણે રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાએ ખો-ખો સ્પર્ધામાં વર્ષ 2010 સુધી ભાગ લીધો હતો ત્યારબાદ તેઓ દોડાવીર તરીકે ભાગ લેતા હતા. સરિતા ગાયકવાડના પિતાનું નામ લક્ષ્મણ ગાયકવાડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp