મોસમના કુલ વરસાદમાં આ તાલુકો 495 મિ.મિ. વરસાદ સાથે નર્મદા જિલ્‍લામાં મોખરે

PC: khabarchhe.com

નર્મદા જિલ્‍લામાં તા.22 મી જુલાઇ, 2021ને ગુરૂવારના રોજ સવારના 6=00 કલાકે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં-04 મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-01 મિ.મિ., સાગબારા તાલુકામાં–03 મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં-02 મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ તાલુકામાં બિલકુલ વરસાદ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-323 મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્‍લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-495 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે દેડીયાપાડા તાલુકો-439 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-304 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-206 મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-169 મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-138.68 મીટરની સામે-115.15 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-116.11 મીટરની સામે-102.92 મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-187.78 મીટરની સામે-179.90 મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-187.41 મીટરની સામે-179.80 મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-31.09 મીટરની સામે 13.90 મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp