સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ત્રણ યુવકો ટ્રેનની અડફેટે આવ્યા, બેના મોત એક ગંભીર

PC: youtube.com

સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર રાજસ્થાનના ત્રણ યુવકો ટ્રેનની અડફેટે આવ્યા હતા. આ ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ અને બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

(મૃતક યુવક કુલદીપ અને પ્રવિણ ધીરસિંગ)

એક રીપોર્ટ અનુસાર રાજસ્થાનના પ્રવિણ ધીરસિંગ, મહેન્દ્રસિંગ, પ્રવિણ નારાયણસિંગ, કુલદીપ, પીન્ટુ પ્રકાશસિંગ અને એક મિત્ર આ છ યુવકો વલસાડની એક હોટેલમાં કામ કરવા માટે રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા હતા. આ ટ્રેન સુરત સુધીની હોવાના કારણે તેઓ આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા અને તેઓ વલસાડ તરફ જતી અન્ય ટ્રેનમાં બેસી ગયા હતા. આ યુવકોને કોઈ પેસેન્જર કહ્યું કે, આ ટ્રેન સુપર ફાસ્ટ છે અને વલસાડ ઉભી નહીં રહે. જેના કારણે આ છ યુવકો સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ધીમી ચાલી રહી હતી. તે સમયે તેઓ ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. આ ઉપરાંત જે સમયે તેઓ ઉધના ખાડી બ્રિજ પર રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલી કર્ણાવતી એક્સપ્રેસની અડફેટે ત્રણ મિત્રો આવી ગયા હતા.

(ગંભીર રીતે ઘાયલ થયેલ પ્રવીણ નારાયણસિંગ)

આ ઘટનામાં કુલદીપનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. પ્રવિણ ધીરસિંગ અને પ્રવીણ નારાયણસિંગ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ અન્ય ત્રણ યુવકો દ્વારા ટ્રેનની અડફેટે આવેલા ત્રણ યુવકોને ઉચકીને ઉધના રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાથી 108ની મદદ લઈને ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રવિણ ધીરસિંગ અને પ્રવીણ નારાયણસિંગને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખાસેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પ્રવિણ ધીરસિંગનું મોત નીપજ્યું હતુ અને પ્રવીણ પ્રવીણ નારાયણસિંગની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમત શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ 10 વર્ષ પહેલાં આજ પુલ પર 16 લોકો ટ્રેન નીચે કપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp