ભાજપ પછી કોંગ્રેસ ડાંગમાં ભડકો

PC: oneindia.com

ડાંગ જિલ્લા ભાજપમાં ભડકો થયા બાદ હવે કોંગ્રેસમાં આગ લાગી છે. ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની મદદથી ડોન દ્વારા તેમની પત્ની બીબીને સત્તા સોંપ્યા બાદ હવે કોંગ્રેસમાં હોદ્દા મેળવવા માટે હોડ જામી છે. જિલ્લા પંચાયતની કારોબારીના પ્રમુખ બનવા માટે કોંગ્રેસમાં આંતરિક વિદ્રોહ શરૂ થયો છે. ભાજપમાંથી બરતરફ થયેલાં ડોનને સત્તા અપાવવા માટે ઉપપ્રમુખ માટેનો સોદો થયો હતો. જેમાં કોગ્રેસના ઉપ પ્રમુખ તરીકે હરીશ બચ્છાવને નિયુક્ત કરાયા હતા. પરંતુ તેને હવે વહીવટમાં રસ જાગતાં ઉપપ્રમુખ પદ છોડીને કારોબારી અધ્યક્ષ બનવું હતું. હરીશ બચ્છાવ દ્વારા કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ કહી દેવાયું હતું કે તેને કારોબારી સિવાય કંઈ જોઈતું નથી. તે ન મળતાં તેમણે ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

પોતાનો પત્ર પણ તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. રાજકારણમાં હવે પોતાના રાજીનામાંની વિગતો પહેલાં સોશિયાલ મીડિયામાં મૂકવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તેમણે પોતાના ફેસબુક પર પ્રથમ રાજીનામું આપ્યું હતું. એવું હવે જિલ્લા અને તાલુકા કક્ષાએ થઈ રહ્યું છે. આમ હરીશ બચ્છાવે જે પત્ર સોશિયાલ મીડિયામાં મૂક્યો છે તેમાં તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ બીબી ચૌધરીને લખ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય તેમની સાથે ભેદભાવ રાખી રહ્યાં છે. જિલ્લા કોંગ્રેસના તમામ લોકો તેમની સાથે સારી રીતે વર્તતા નથી. સમિતિઓમાં સ્થાન આપવામાં આવતું નથી. આમ ભાજપમાં થયેલાં બળવા બાદ હવે કોંગ્રેસ પણ બળવાની આગમાં હોમાઈ જશે. હવે બીબી ચૌહાણ સામે પણ જોખમ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp