ફી વધારા મુદ્દે આંદોલન કરતા વાલીઓને રોકવા સ્કૂલ દ્વારા બાળકોને અપાયા LC

PC: Khabarchhe.com

સુરતમાં શાળા સંચાલકોની દાદાગીરી પર કોઈ અંકુશ નથી. છેલ્લાં એક વર્ષથી ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા શાળા સામે આંદોલન કરવામાં આવે છે. આ આંદોલનને દબાવવા માટે મનમાની ચલાવતા પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકો દ્વારા આંદોલન કરનારા વાલીઓના બાળકોને નવા વર્ષની શરૂઆતમાં જ શાળામાંથી L.C. આપીને શાળામાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

વેસુ સ્થિત S.D. JAIN શાળાના સંચાલકોએ શાળા સામે ફી વધારાનો વિરોધ કરતા વાલીઓની આગેવાની કરનારા જીતેન્દ્ર સુરાનાને આ સ્કૂલ તમારા માટે કમ્ફર્ટ નથી તેવું કહીને તેમના પુત્રને L.C આપ્યું હતું. આ વાતની જાણ અન્ય વાલીઓને થતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર પહોંચીને હોબાળો કર્યો હતો. રોષે ભરાયેલા વાલીઓને જોઈને શાળા સંચાલકોના કહેવાથી શાળાનો ગેટ બંધ કરી વાલીઓને શાળામાં પ્રવેશવા નહિ દેતા વાલીઓએ શાળાનો ગેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે શાળા પર પહોંચીને મામલો થાળે પડ્યો હતો.

જીતેન્દ્ર સુરાનાએ શાળાના સંચાલકો વિશે કહ્યું હતું કે શાળાના સંચાલકો કહે છે આ શાળા તમારા માટે કમ્ફર્ટેબલ નથી એટલે L.C. આપવામાં આવ્યું છે. પરંતુ શાળા મારા માટે કમ્ફર્ટેબલ ન હોતે તો મારા બાળકનું L.C લેવા માટે શાળામાં હુ આવ્યો હોત પરંતુ શાળાના સંચાલકોને મારાથી કમ્ફર્ટ નથી એટલે મારા બાળકને શાળાએ સામેથી L.C. આપ્યું છે. આ બાબતને લઈ મનમાની કરતા શાળાના સંચાલકોની ફરિયાદ DEOને કરવાનું પણ જીતેન્દ્ર સુરાનાએ કહ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp