સુરતમાં આપને જીતાડી PAAS નેતાએ કહ્યું- જે અમારી સાથે અભિમાન કરશે તેને ઝુકાવીશું

PC: Khabarchhe.com

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં પહેલીવાર મગાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીએ જબરદસ્ત પ્રદર્શન કરીને સૌને ચૌંકાવી દીધા છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીએ 120માંથી 27 બેઠક હાંસલ કરી છે. આપને પાટીદાર અનામત આંદોલન સમિતિનો સપોર્ટ મળતા પરિણામો કોંગ્રેસને બદલે આપ તરફ વળ્યા હતા.

મંગળવારે જાહેર  થયેલાં પરિણામ બાદ પાસ સુરતના નેતા ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે આજનું ચૂંટણી પરીણામ રાજકીય પક્ષો ને તેમને વહાલાં થયેલા રાજકીય લોકો ના મોંઢા પર તમાચો છે. લોકશાહી મા હંમેશા જનતા એટેલે કે લોકમત સર્વોપરી હોય છે જે પ્રકારે સુરત શહેર માં ચૂંટણી પરિણામો આવ્યા તે સ્પષ્ટ પણે આંદોલનકારી યુવાનો ની તાકાત શું છે તે બતાવ્યું છે તમામ જીતેલા અને હારેલા ઉમેદવારો ને અભિનંદન આપીએ છીએ લડે તે જ હારી કે જીતી શકે છે અને તમામ લોકો ને પોતાની શક્તિ નો અંદાજો આવી શકે જે પ્રકારે રાજકીય પક્ષો કોઈ પણ સમાજ કે સંગઠન નો માત્ર પોતાની રાજનીતિ માટે ઉપયોગ કરતી હોય ત્યારે તેમની શક્તિ શું પરીણામ લાવી શકે તેનો આ અંદાજો છે.

આ અમારા સંગઠન અને સમાજ ની તાકાત છે અમને કોઈ ગુમાન કે અભિમાન નથી પણ જે અમારી સાથે ગુમાન કે અભિમાન કરશે તેને ચોક્કસ ઝુકાવીશું. ઉલ્લેખનીય છે કે સુરતમાં આપની જીતએ સંપૂર્ણપણે પાસને આભારી છે. કોંગ્રેસે જો પાસને પાસે રાખ્યું હોત તો તેમને ફાયદો થયો હતો પરંતુ તેમ થઇ શક્યું નહીં. અગાઉની ચૂ્ંટણીમાં કોંગ્રેસે હાર્દિક પટેલની મદદથી પાસનો સહયોગ મેળવ્યો હતો. પરંતુ આ વખતે માત્ર 2 બેઠકો પર પાસે જે માગણી કરી તે નહીં સંતોષાતા કોંગ્રેસે ભોગવવાનો વારો આવ્યો અને સુરતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp