હાર્દિક વિશે શું કહ્યું અલ્પેશ પર હુમલો કરનાર અભી જીરાએ? જુઓ વીડિયો

PC: facebook.com/HardikPatel.Official

અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા પર સોમવારે સાંજે તેના ઘર નજીક 5-7 લોકોએ હુમલો કર્યો હતો અને અલ્પેશ કથિરીયા પર છરીથી પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેણે BJPના કાર્યકર્તાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે, તેવું કહ્યું હતું. આ મુદ્દે તે સુરતના કાપોદ્રા પોલીસ ચોકી પર ફરિયાદ નોંધાવવા પણ ગયો હતો, પરંતુ તેના પર હુમલાની માહિતી વાયુવેગે પસરી જતા PAAS સમર્થકો કાપોદ્રા પોલીસ ચોકી પહોંચી ગયા હતા અને સમર્થકોએ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અભી જીરાએ વીડિયોમાં હાર્દિક પટેલ વિશે કહ્યું હતું કે,  જે 14 પાટીદાર શહીદ થયા તેના માટે જવાબદાર કોણ. હાર્દિક કે અલ્પેશે 5000 રૂપિયાની પણ શહીદના પરિવારજનોને સહાય આપી છે.

વીડિયોમાં જુઓ શું કહ્યું અભી જીરાએ...

આ મુદ્દે અલ્પેશ પર હુમલો કરનારા આરોપી અભી જીરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અલ્પેશ કથિરીયાને ધમકી દેતો નજરે ચઢ્યો છે. આ વીડિયો સામે આવતા અલ્પેશ કથિરીયા ફરીએકવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને તેણે ધમકી આપવાનો કેસ અભી જીરા પર કર્યો હતો. અલ્પેશને જ્યારે મીડિયાએ પૂછ્યું હતું કે,  આંદોલન સાથે આ ઘટનાને કોઈ લેવા-દેવા છે? તે અંગે અલ્પેશે કહ્યું હતું કે, અભિ જીરાની માતા ભાજપમાંથી ચૂંટણીની ટિકિટ લીધી હતી, તેની અદાવત રાખીને મને માર મારવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp