જાણો, SMCના સ્થાયી સમિતિના પ્રમુખે છેલ્લાં દિવસે શું કર્યું

PC: sgtpa.com

બુધવારે થયેલી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સભામાં પાલિકા દ્વારા સંચાલિત ઑડિટોરિયમ માટે નવી શરતોની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઑડિટોરિયમ બનાવ્યા છે. તેમાં ગાંધી સ્મૃતિ ભવન, સરદાર સ્મૃતિ ભવન, સંજીવ કુમાર ઑડિટોરિયમ, પરફૉર્મિંગ આર્ટ સેન્ટર, સાયન્સ સેન્ટર, રંગ ઉપવન અને સ્વામી વિવેકાનંદ ઑડિટોરિયમનો સમાવેશ થાય છે. આ સિવાય બીજા નવાં કેટલાંક ઑડિટોરિયમ પણ તૈયાર થવાના છે. પાલિકાએ તેના ઉપયોગ માટે શરતોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ સમિતિને મોકલ્યો હતો. આ પ્રસ્તાવને બુધવારે મંજૂરી મળી ગઈ હતી. કતારગામમાં આવેલ હેલ્થ ક્લબના પ્રસ્તાવને થોડાં સમય માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય બીજા બધા પ્રસ્તાવને મંજૂર કરી લેવામાં આવ્યા હતા.

સ્થાયી સમિતિના પ્રમુખ રાજેશ દેસાઈના નેતૃત્વમાં સમિતિની આ છેલ્લી બેઠક હતી. સમિતિના નિર્ણયની જાણકારી આપ્યા પહેલા રાજેશ દેસાઈએ પત્રકારો સામે પોતાના કાર્યકાળની સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેમના સમયમાં કેટલીક મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ સાથે 3,310 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપવામાં આવી છે. નવી ભરતીની જાણકારી આપતા કહ્યું કે આનું કામ પૂરું થઈ ચૂક્યું છે. આ પોલિસી પાલિકાની ભરતીથી રિટાયરમેન્ટ સુધીના નીતિ-નિયમોના દસ્તાવેજ છે, જેમાં પારદર્શિતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નવી ટીમે આના પર આગળ વધવાનું છે.

ટ્રાયલ પર એક રોબોટિક મશીનની ખરીદીની મંજૂરી

સ્વિમિંગ પૂલની સફાઈ માટે પાલિકાએ પ્રયોગ માટે એક રોબોટિક મશીનની ખરીદીને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ટેન્ડર તપાસ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

50x25 અને 50x13 સાઈઝના સ્વિમિંગ પૂલની સફાઈ માટે પાલિકાએ બે રોબોટિક મશીનોની ખરીદી માટેનો પ્રસ્તાવ મંગાવ્યો હતો. સભામાં નક્કી થયું કે પહેલાં એક મશીન ખરીદીનો પ્રસ્તાવ મંજૂર કરી લીધો હતો.

તેની સિવાય પાલિકા સ્ટ્રીટ લાઈટ સિસ્ટમના રિપેરિંગના બંને પ્રસ્તાવ પર ભાવ ઓછાં કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના સિવાય વર્કશોપ અને RDDના પ્રસ્તાવ પર ભાવ ઓછાં કરાવવાનું કહી લંબાવ્યા હતા. સભામાં કરવામાં આવેલા અન્ય પ્રસ્તાવોને મંજૂર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp