બીટકોઈનમાં હવે શું થશે: અમરેલી DSP જગદીશ પટેલ ફરી રજા ઉપર કેમ ગયા?

PC: spamreli.gujarat.gov.in

12 કરોડના બીટકોઈ લઈ ફરાર થયેલા અમરેલીના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલ અને તેમના ભાગેડુ સાથીઓને ગુજરાત સીઆઈડી ક્રાઈમ શોધી શકી નથી, જયારે અમરેલીના જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ ફરી વખત રજા ઉપર ઉતરી જતા આવી રહેલા તોફાનના એંધાણ મળી રહ્યા છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા હમણાં સુધી આ મામલે માત્ર ત્રણ જ ધરપકડ કરી છે જેમાં બે પોલીસવાળા અને સુરતના વકિલનો સમાવેશ થાય છે, ત્રણે આરોપીઓના રીમાન્ડ પુરા થતાં તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

12 કરોડની બીટકોઈન કેસમાં સમગ્ર ઘટનાથી વાકેફ અને સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી ઉપાડી, કેશવ ફાર્મમાં લઈ જવા અને ત્યાર બાદ તેમની પાસેથી પડાવી લેવામાં આવેલા બીટકોઈનનું મુંબઈમાં રોકડમાં રૂપાંતરણ કરાવી લેવાની સુધીની ઘટનામાં સામેલ અમરેલીના ડીએસપી જગદીશ પટેલ આરોપીઓની પહેલી યાદીમાં નથી, કારણ તેમણે આખી યોજનામાં શારિરીક રીતે પોતાની હાજરી બનાવના કોઈ સ્થળે બતાવી નથી, પરંત સીઆઈડી ક્રાઈમ દ્વારા પકડવામાં આવેલા વકિલ કેતન પટેલ ઉર્ફે ભંડેરી સાથે જગદીશ પટેલ સંપર્કમાં હતા., કેતન પટેલ સુરતના શ્રીમંતોની માહિતી વિવિધ એજન્સીઓને પુરી પાડી વચેટીયાનું કામ કરતો હતો અને તેણે જગદીશ પટેલને માહિતી આપી હતી કે જો શૈલેષ ભટ્ટને ઉપાડવામાં આવે તો દલ્લો મળે તેમ છે.

પણ હવે પગ તળે રેલો આવતા જગદીશ પટેલે ઈન્સપેકટર અનંત પટેલ અને કોન્સટેબલોનો હાથ છોડી દીધો છે.હવે ભાગ ખાય ભગલો અને માર ખાય રઘલા જેવી સ્થિતિ થઈ છે. કેતન ભંડેરી અને જગદીશ પટેલની યોજના પ્રમાણે શૈલેષ ભટ્ટ પાસેથી મળેવા પૈસામાં બધાએ ભાગ પાડયો પણ હવે ગુનો નોંધાયા પછી જગદીશ પટેલ મારે કેસ સાથે કોઈ લેવાદેવા નથી તેવુ કહી રહ્યા છે. બીજી તરફ જગદીશ પટેલ એક પુર્વ મુખ્યમંત્રીના પુત્રની મદદ લઈ કેસને રફેદફે કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. પુર્વમુખ્યમંત્રીના પુત્ર ડીએસપી જગદીશ પટેલ વતી કેસમાં સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોવાની જાણકારી મળી છે. જો કે પુર્વમુખ્યમંત્રીના પુત્રને આ કેસમાં સમાધાન થઈ જાય તેમા કયાં પ્રકારનો રસ છે તેની જાણકારી મળી નથી, પરંતુ સુત્રોની જાણકારી પ્રમાણે દ્વારકામાં તૈયાર થઈ રહેલા આ નેતા પુત્રના રીસોર્ટમાં જગદીશ પટેલની ભાગીદારી હોવાની ચર્ચા છે.

આ કેસમાં સરકાર પક્ષે ગુનો નોંધાયો છે, જેમાં ડીવાયએસપી શૈલેષ રધુવંધી હવે ફરિયાદી છે, તેવા કિસ્સામાં આ કેસમાં ભોગન બનાનાર શૈલેષ ભટ્ટ સાછે જગદીશ ભટ્ટ અને ઈન્સપેકટર અનંત પટેલ સમાધાન કરી લે તો પણ ખાસ ફાયદો થવાનો નથી., શૈલેષ ભટ્ટના બીટકોઈન કેવી રીતે ગયા તે શોધવામાં સીઆઈડી નિષ્ફળ જાય તો પણ શૈલેષ ભટ્ટનું અપહરણ થયુ, ગોંધી રાખ્યા અને માર મારી ખંડણીની માગણી થઈ તે વાત ફલીત થઈ ગઈ છે. આમ નેતા પુત્રની સમાધાનની ફોર્મ્યુલા કારગર નિવડે તેમ નથી., સુત્રોની જાણકારી પ્રમાણે એકાદ બે દિવસમાં અનંત પટેલ એન્ડ કંપની તબ્બકાવાર આગોતરા જામીન મુકવાનો પ્રયાસ કોર્ટમાં કરશે, જે પોલીસ કર્મચારીની સૌથી ઓછી ભુમીકા છે તેમને આગળ કરી કોર્ટનો મુડ જાણવાનો પ્રયત્ન થશે,

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp