શું સુરત શહેર ભાજપનો પ્રમુખ કોઇ સુરતી નેતા બનશે?
ગુજરાત ભાજપના સંગઠનમાં અત્યારે ધરમુળથી ફેરફારો શરૂ થઇ ગયા છે. વોર્ડ પ્રમુખ, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે અત્યાર સુધી એક નામ ક્યારેય ચર્ચામાં નહોતું, પરંતુ અચાનક એક મુળ સુરતી નેતાનું નામ ચર્ચામાં આવી ગયું છે.
સુત્રોના કહેવા મુજબ, સુરત ભાજપના જૂના નેતા અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા નિરવ શાહનું નામ અચાનક ચર્ચામાં આવી ગયું છે. મુળ સુરતના નેતાઓ ભાજપના ઉચ્ચ નેતાઓ પર નિરવ શાહના નામ માટે પ્રેસર ઉભું કરી રહ્યા છે. સુરતના મેયર અને અત્યારના શહેર ભાજપ પ્રમુખ બંને સૌરાષ્ટ્રના છે ત્યારે મુળ સુરતીને સ્થાન મળવું જોઇએ એવી માંગ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp