PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સુરતમાં બનશે નવો વર્લ્ડ રૅકોર્ડ

PC: ddnews.gov.in

17 સપ્ટેમ્બરનો દિવસ એટલે ભારતના લોકો માટે ખાસ દિવસ છે, કારણકે આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. દેશ ભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો કેક કાપીને વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરના રોજ સુરતમાં એક વર્લ્ડ રૅકોર્ડ થવા જઈ રહ્યો છે. સુરતમાં 17 સપ્ટેમ્બરના રોજ 1,221 લોકો એક સાથે કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવવાના છે.

સુરતમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની યાદગાર ઉજવણી કરવા માટે સુરતની અતુલ બેકરી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન બાબતે વાત કરવામાં આવે તો અતુલ બેકરી દ્વારા દેશભરમાંથી 17 સપ્ટેમ્બરના રોજ જન્મેલા 1,221 લોકોને સુરતમાં ભેગા કરવામાં આવશે અને આ તમામ લોકોને તેમના પરિવારની સાથે એક જ જગ્યા પર તમામ લોકોની બર્થડે કેક કાપીને એક યાદગાર સેલિબ્રેશન કરવામાં આવશે. આ બર્થડે સેલિબ્રેશનને ગિનિસબુક ઓફ વર્લ્ડ રૅકોર્ડમાં પણ સ્થાન મળશે.

17 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે આ રૅકોર્ડ બનાવવામાં આવશે. આ સેલિબ્રેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ફિલ્મ પણ દેખાડવામાં આવશે. આ કેક કાર્નિવલમાં ભાગ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મના કલાકારો, કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને સામાજિક આગેવાનો પણ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp