26th January selfie contest

જ્યાં રાહુલ જાય છે, ત્યાં કોંગ્રેસ હારે છેઃ યોગી આદિત્યનાથ

13 Oct, 2017
08:31 PM
PC: intoday.in

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે વલસાડમાં BJPની ગૌરવ યાત્રામાં કોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી પર શાબ્દિલ હુમલો કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, કોંગ્રેસના શહજાદાએ ગુજરાતના લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી છે. ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી આપ્યા છે. એવું કહેવામાં આવે છે કે, રાહુલ ગાંધી જ્યાં પણ જઈને પ્રચાર કરે છે, ત્યાં કોંગ્રેસ ચૂંટણી હારી જાય છે.