સુરતમાં ધંધો પડી ભાંગતા યુવકે કર્યો આપઘાત, 6 મહિના પહેલા પિતાનું પણ કોરોનાથી મોત

PC: news18.com

કોરોનાની મહામારી વચ્ચે આર્થિક સંકડામણમાં આવીને એક વેપારી કે કોઈ વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કોસ્સો સુરતમાં સામે આવ્યો છે. આ ઘટનામાં કોરોનાની મહામારી વચ્ચે પિતાનું મૃત્યુ થતાં પુત્ર શોકમાં ગરકાવ થયો હતો અને યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ યુવકના પરિવારજનોને થતાં તેમણે પોલીસને માહિતી આપી હતી અને ત્યારબાદ યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આપઘાત કરનાર યુવક સિવિલ એન્જિનિયર હતો અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. કોરોનાની મહામારી વચ્ચે આર્થિક ભીંસમાં આવ્યો હોવાના કારણે તે વધુ તણાવમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યારે લાશને ઊંદરો કોતરી ગયા હતા. જ્યારે ડૉક્ટર પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા ત્યારે ત્યારે લાશના હાથ પરના નિશાન પરથી આ વાત તેમના ધ્યાને આવી હતી. 

રિપોર્ટ અનુસાર સુરતના પાર્લે પોઈન્ટ પણ વિસ્તારમાં ગોકુલ રો-હાઉસના એક બંગલામાં ઋષિત ઝવેરી નામનો યુવક રહેતો હતો. ઋષિત ઝવેરી સિવિલ ઈજનેર હતો અને તે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. કોરોનાની મહામારી વચ્ચે ઋષિતનો ધંધો ભાંગી ગયો હતો અને તે બેકાર થયો હતો અને આર્થિક ભીંસમાં તે ખૂબ જ તણાવમાં રહેતો હતો. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે છ મહિના પહેલા તેના પિતાનું પણ અવસાન થયું હતું. તેથી પિતાના અવસાન બાદ પણ તે સતત તણાવમાં રહેતો હતો અને બીજી તરફ તેને આર્થિક ભીંસ પણ હતી.

ઋષિતે માનસિક તણાવમાં આવીને તેના બંગલાના એક રૂમમાં પંખા સાથે ચાદર બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં તેમણે પોલીસને માહિતી આપી હતી. પોલીસ દ્વારા ઋષિતના મૃતદેહને બુધવારે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની અંદર ઉંદરે ઋષિતના મૃતદેહને કોરી ખાધો હોવાનું પણ તેના હાથના નિશાન પરથી સામે આવ્યું હતું અને આ વાત પોસ્ટમોર્ટમ કરનાર તબીબના ધ્યાનમાં આવતા તેઓ પણ ચોંકી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp