26th January selfie contest

ધોની-પંડ્યાએ રાખી લાજ, ભારતે આપ્યો 282 રનનો ટારગેટ

17 Sep, 2017
05:29 PM
PC: bcci.tv

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થયેલી પહેલી વન-ડે મેચમાં આજે મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાની જોડીએ ભારતીય ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. 87 રને ભારતની 5 વિકેટ પડી ગઈ હતી, પરંતુ ધોની અને પંડ્યાની જોડીએ 118 રનની પાર્ટનરશિપ કરી હતી. પંડ્યાએ 5 સિક્સ અને 5 ફોરની મદદથી 83 રન ફટકાર્યા હતા, જ્યારે ધોનીએ 79 રન ફટકાર્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 282 રનનો ટારગેટ આપ્યો હતો.