ક્રિકેટ ફેને આકાશ ચોપડાને કહ્યું તમે કમેન્ટ્રી કરવાની બંધ કરી દો, મળ્યો આવો જવાબ

PC: crickettimes.com

સોશિયલ મીડિયા આવતા સામાન્ય લોકોને એટલી મોટી તાકાત મળી છે કે, તે કોઈ પણ સેલિબ્રિટી સાથે ડાયરેક્ટ વાત કરી શકે છે. પણ સેલિબ્રિટી એનો રીપ્લાય કરે એ નહીં એની કોઈ ગેરેન્ટી નથી. એટલું જ નહીં લોકો પોતાની ફરિયાદ પણ કરી શકે છે અને વખાણ પણ કરતા રહે છે. ક્યારેક ફની કોમેન્ટ કરીને હસાવી પણ દે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ યોજાવવાની છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર તથા કોમેન્ટેટર આકાશ ચોપરા પર એક ચાહક નારાજ થઈ ગયો છે.

આ ક્રિકેટ પ્રેમીએ આકાશ ચોપડાને કહ્યું કે, તમે કોમેન્ટ્ર કરવાનું બંધ કરી દો. આ કોમેન્ટ બાદ પૂર્વ ક્રિકેટરે જોરદાર જવાબ આપ્યો છે. આકાશે ટીમ ઈન્ડિયાના વ્હાઈટ બોલ ફોર્મેટમાં એપ્રોચને લઈને એક આર્ટિકલ લખ્યો હતો. જેના પર એક ક્રિકેટપ્રેમીએ કોમેન્ટ કરી હતી. સંદીપ કુમાર નામના યુઝરે એવું લખ્યું કે, આકાશજી, તમે કોમેન્ટ્રી કરવાનું બંધ કરી દો, ટીમ ઈન્ડિયા ઝડપથી જીતના ટ્રેક પર આવી જશે. ભારતીય ક્રિકેટર્સ ઘણા રનનો ઢગલો કરી દેશે. તમે શાંતિથી બેસો અને પોતાનું મુલ્યાંકન કરો. કારણ કે જ્યારે તમે કોમેન્ટ્રી કરવા માટે આવો છો ત્યારે ઈન્ડિયાની વિકેટ પડવા લાગે છે. એટલે કોમેન્ટ્રી કરવાનું બંધ કરી દો. આકાશે આ અંગે રીપ્લાય કર્યો કે, કોઈ પણ વસ્તુને જોવા માટે એકથી વધારે રસ્તાઓ હોય છે. આકાશે આ આર્ટિકલમાં ટીમ ઈન્ડિયાના વ્હાઈટ બોલ ફોર્મેટમાં પોતાની રણનીતિ બદલવાની સલાહ આપી છે. આ ઉપરાંત યોગ્ય સ્ટ્રેટજી પર વિચાર કરવાની સલાહ આપી છે. ટીમ ઈન્ડિયા માત્ર ચોક્કસ કહેવાતા બોલર્સ કે બેટ્સમેન પર આધારિત ન રહે. લડવાનું એક ઝનુન પેદા કરે. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રહી ચૂકેલા આકાશે ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે.

 

છેલ્લા ઘણા સમયથી તે કોમેન્ટ્રી બોક્સમાંથી કોમેન્ટ્રી કરી રહ્યા છે. હિન્દી અને અંગ્રેજીમાં એની કોમેન્ટ્રી ખરેખર સારી છે. તે પોતાના બ્લોગ પર ઘણી વાર ટીમ ઈન્ડિયાની ભૂલ અને રણનીતિનો ઉલ્લેખ કરે છે.આ સાથે સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ પણ કરે છે. જોકે, એની દરેક કોમેન્ટ અને પોસ્ટ લાખો ક્રિકેટ ચાહકો ફોલો કરે છે. સામે એને રીપ્લાય પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp