8 અલગ અલગ ફ્રેન્ચાઇઝી તરફથી રમનાર પહેલો ખેલાડી બનશે આ ઓસ્ટ્રેલિયન

PC: twitter.com/ipl

2020માં યોજાનારા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઓસ્ટ્રેલિયાની વનડે ટીમના કેપ્ટન એરોન ફિંચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા જોવા મળશે. ગુરુવારે હરાજીમાં આરસીબીએ તેને 4.40 કરોડમાં ખરીદ્યો. આ સાથે, ફિંચ IPLના ઇતિહાસમાં 8 જુદી જુદી ફ્રેન્ચાઇઝીઓ માટે રમનાર પ્રથમ ખેલાડી બન્યો. ઓસ્ટ્રેલિયન ઓપનર ફિંચે 2010માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તે આગામી બે સીઝન માટે દિલ્હી ડેરડેવિલ્સ ટીમમાં રહ્યો. ત્યારબાદની હરાજીમાં તેને પૂણે વોરિયર્સની ટીમે ખરીદ્યો હતો. IPL 2014 માં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ અને 2015 માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેદાન પર ઉતર્યો હતો.

બીજા વર્ષે 2016માં એરોન ફિંચ ગુજરાત લાયન્સની ટીમમાં હતો. IPLમાંથી ગુજરાતની બહાર થયા બાદ તે લીગની આગામી સીઝનમાં કોઈ ટીમમાં રહ્યો ન હતો. 2018ની હરાજીમાં તેને કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો હતો.



ફિન્ચ સિવાય કોઈ એવો ખેલાડી રહ્યો નથી કે જે 6 થી વધુ IPL ટીમોનો ભાગ રહ્યો હોય. યુવરાજ સિંહ અને પાર્થિવ પટેલ IPLની 6 ટીમોનો ભાગ રહ્યા છે. ફિંચની એન્ટ્રીથી આરસીબીની બેટિંગ લાઇન-અપ વધુ મજબૂત બની છે. આ ટીમમાં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ જેવા વિસ્ફોટક બેટ્સમેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp