26th January selfie contest

એરન ફિન્ચનું IPL 2022મા કેપ્ટન બનવું લગભગ નક્કી, આ 3 ટીમોની હશે નજર

PC: skysports.com

ICC T20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને પહેલી વખત ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ટ્રોફી મેળવી છે. એરન ફિન્ચની લીડરશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી વખત T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે. તેનો ફાયદો તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેગા ઓક્શનમાં મળી શકે છે. IPL 2022 માટે બે નવી ટીમોને કેપ્ટનની જરૂરિયાત છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ એરના ફિન્ચનું કોન્ફિડેન્સ ખૂબ હાઇ છે એવામાં લીડરશિપ રોલ માટે 3 ટીમ તેના પર દાવ લગાવી શકે છે.

  1. લખનૌ:

RP-SGએ 7090 કરોડ રૂપિયામાં લખનૌની ફ્રેન્ચાઇઝી ખરીદી છે તેમની નજર એરના ફિન્ચ પર જરૂર રહેશે કેમ કે આ ફ્રેન્ચાઇઝીએ સંપૂર્ણ રીતે નવી ટીમ બનાવવાની છે અને તેને એક શાનદાર કેપ્ટનની જરૂરિયાત હશે એવામાં એરન ફિન્ચ આ રોલ માટે સૌથી ફિટ પ્લેયર સાબિત થઈ શકે છે.

  1. અમદાવાદ:

CVC કેપિટલે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમનો માલિકી હક્ક મેળવ્યો છે. તેને પણ લખનૌની જેમ નવી ટીમ અને શાનદાર કેપ્ટનની જરૂરિયાત છે. આ ફ્રેન્ચાઇઝીનો પ્રયત્ન હશે કે એરન ફિન્ચના બળ પર IPLનું ટાઇટલ જીતી લેવામાં આવે.

  1. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB):

વિરાટ કોહલી લાંબા સમય સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો કેપ્ટન રહ્યો પરંતુ IPL 2021 સમાપ્ત થવા સુધી તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક પણ ટાઇટલ અપાવ્યું નથી. તેણે IPL 2021ના UAEમા થયેલા બીજા ચરણ પહેલા જાહેરાત કરી દીધી હતી કે IPL 2021ના બીજા ચરણ બાદ તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન્સી છોડી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક એરન ફિન્ચના ભરોસે ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરવાનો પ્રયત્ન જરૂર કરશે.

IPLમાં આ વર્ષે બીજી બે ટીમ ઉમેરાશે એટલે કે કુલ મળીને 10 ટીમો થવાની છે. બે ટીમો વધી જવાથી નિશ્ચિત રૂપે મેચો વધશે અને ટૂર્નામેન્ટ પણ મોટી અને લાંબી થઈ જશે. BCCI આ વર્ષે મેગા ઓક્શન કરશે. રૂલ્સ પ્રમાણે દરેક ટીમ 4 ખેલાડીઓને રિટેન કરી શકશે જેમાં એક વિદેશી ખેલાડી પણ સામેલ થઈ શકે છે. તો નવી બનનાર ટીમ લખનૌ અને અમદાવાદની ટીમને મેગા ઓક્શન પહેલા જ 3-3 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વખત મેગા ઓક્શન થવાનું છે એટલે બધી ટીમો નવા ખેલાડીઓ સાથે નવી ટીમની રચના કરશે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp