એબી ડી વિલિયર્સે કહ્યું કે, RCBના આ ખેલાડીમાં મને મારી ઝલક દેખાઈ છે

PC: toiimg.com

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થવા પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે પોતાના એ સાથી ખેલાડીનું નામ જણાવ્યું છે જે તેને પોતાના શરૂઆતી દિવસોની યાદ અપાવે છે. સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડી વિલિયર્સ ઈતિહાસના સૌથી ઘાતક બેટ્સમેનમાંથી એક માનવામાં આવે છે.

RCBને આપેલા એક ઈન્ટવ્યૂમાં ડી વિલિયર્સે કહ્યું કે, તેને ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન જોશ ફિલિપમાં પોતાની ઝલક દેખાઇ છે. આ સીઝનમાં અમારી પાસે દુનિયાના ઘણાં બેસ્ટ ખેલાડી છે. અમારી પાસે ફિંચ, મોઈન અલી, એડમ ઝામ્પા અને જોશ ફિલિપ છે. હું જોશના જોડાવાથી ઉત્સુક છું. જે રીતે તે રમે છે, યુવાવસ્થામાં જે રીતે હું રમતો હતો અને જોશ જેવી રીતે રમે છે, બંનેમાં ઘણી સમાનતા છે.

ડિવિલિયર્સ આગળ કહે છે, હું જોશને લઇ ઘણો ઉત્સાહિત છું. મેં તેને સિડની સિક્સર્સ માટે રમતા જોયો છે. ખૂબ જ પ્રભાવશાળી ખેલાડી છે. એડમ ગ્રિલક્રિસ્ટ પાસેથી મેં તેના વિશે ઘણી સારી વાતો સાંભળી છે. 23 વર્ષના વિકેટકીપર બેટ્સમેન જોશ ફિલિપે આ વર્ષની શરૂઆતમાં સિડની સિક્સર્સને બિગ બેશ લીગ જીતાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ફિલિપે 29 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. આખી સીઝનમાં તેણે 37ની સરેરાશ અને 130 સ્ટ્રાઈક રેટથી 487 રન બનાવ્યા હતા.

જણાવી દઇએ કે, 19 સપ્ટેમ્બરથી UAEમાં IPLની 13મી સીઝન શરૂ થઇ રહી છે. જેમાં પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં હંમેશા ચેન્નઈ, હૈદરાબાદ અને મુંબઈને ફેવરિટ માનવામાં આવે છે. જ્યારે બેંગલોરની ટીમમાં સારા ખેલાડીઓ હોવા છતાં તેઓ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી શકી નથી. IPLની અત્યાર સુધીમાં 12 સીઝન થઈ છે. જેમાંથી RCB અત્યાર સુધીમાં એક પણ ટાઈટલ પોતાના નામે કરી શકી નથી. IPLની ગયા વર્ષની સીઝનની વાત કરીએ તો તેમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ કંગાળ રહ્યું હતું. બેંગલોરની આ ટીમમાં દિગ્ગજ ખેલાડીઓ હોવા છતાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ગયા વર્ષે RCB ઉપર ઘણાં મીમ્સ પણ બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp