IPL પહેલા જ ડિવિલિયર્સનું જબરદસ્ત પ્રદર્શન, સદી ફટકારી, જુઓ વીડિયો

PC: insidesport.com

RCBની ટીમ IPL 14ના બીજા ફેઝની તૈયારીઓમાં લાગી ગઇ છે. આ કડીમાં ખેલાડીઓ પરસ્પર બે ટીમ બનાવીને અભ્યાસ મેચ રમી રહ્યા છે. આ મેચમાં દેવદત્ત ઈલેવનની સામે એબી ડિવિલિયર્સે 46 બોલ પર 104 રનોની તૂફાની ઈનિંગ રમી. આ દરમિયાન ડિવિલિયર્સે 10 છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા.

ડિવિલિયર્સ ઉપરાંત મોહમ્મદ અઝરુદ્દીને પણ 66 રનોની ઈનિંગ રમી. આ ઈનિંગ સાથે હર્ષલ ઈલેવને 20 ઓવરમાં 4 વિકેટ પર 212 રન બનાવ્યા. જોકે એબી ડિવિલિયર્સની સદી છતાં હર્ષલ ઈલેવને હારનો સામનો કરવો પડ્યો. હરીફ ટીમ 216-4 રન બનાવી જીતી ગઇ. ટીમ માટે કેએસ ભરતે 95 અને દેવદત્ત પડિક્કલે 36 રનનો ફાળો આપ્યો.

RCB ફ્રેન્ચાઇઝીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ દ્વારા આનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં સદી ફટકારી ડિવિલિયર્સ ખૂબ જ ખુશ જોવા મળ્યો. ટીમના હેડ કોચ માઇક હેસન અને બેટિંગ કોચ સંજય બાંગરે પણ બેટ્સેમનોના પ્રદર્શન જોઇ રાહતનો શ્વાસ લીધો.

IPLના બીજા ફેઝમાં આરસીબીની પહેલી મેચ 20 સપ્ટેમ્બરના રોજ કેકેઆર સામે થશે. આ મેચ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વિરાટની ટીમ કોરોના યોદ્ધાઓના સન્માનમાં સ્કાઇ બ્લૂ જર્સી પહેરીને મેદાને ઉતરશે. PPE કિટના કલર સાથે આ જર્સી મેચ થાય છે.

પોઇન્ટ ટેબલમાં હાલમાં દિલ્હી કેપિટલ્સ ટોપ પર છે. દિલ્હીએ અત્યાર સુધીમાં 8 મેચો રમી છે. જેમાંથી 6માં તેણે જીત હાંસલ કરી છે. તો CSK બીજા સ્થાને અને વિરાટની આરસીબી ત્રીજા નંબરે છે. આ બંને ટીમોએ અત્યાર સુધીમાં 7માંથી 5 મેચો જીતી છે. જ્યારે બેમાં હાર મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp