26th January selfie contest

અંબાતી રાયડુ અને પંત પાસે હજુ પણ ઇંગ્લેન્ડ જવાનો છે મોકો, જાણો કઇ રીતે

PC: latestly.com

યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત, અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુ અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીને ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય તરીકે સ્થાને આપવામાં આવ્યું છે. ભારતની 15 સભ્યોવાળી ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ પ્રક્રિયા હવે સંપન્ન થઇ ચૂકી છે. BCCI પાસે જોકે આ ત્રણેય ઉપરાંત ખેલાડીઓને પંસદ કરવાનો વિકલ્પ રહેશે પરંતુ આવું થવાનું સંભાવના ઓછી છે. જો કોઇ ખેલાડીને ઇજા થશે તો આવી સ્થિતમાં આ ત્રણેય ખેલાડીઓને મોકો મળશે અને ભારતે પ્રેક્ટીસ માટે પણ ત્રણ બોલરોને ઇંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે.

BCCI ના એક વરિષ્ઠ અધિકારીઓએ બુધવારે કહ્યું કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ આ વખતે પણ અમારી પાસે ત્રણ સ્ટેન્ડ બાય હશે, રિષભ પંત, અંબાતી રાયડુને બેટિંગ માટે તેમજ સૈનીને બોલિંગની યાદીમાં સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય કર્યો છે.

જો ટીમને એવું લાગશે કે કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થયો છે અને તે આખું ટૂર્નામેન્ટ રમી શકે તેમ નથી જો એવી સ્થિતમાં આ ખેલાડીઓને ઇંગ્લેન્ડ મોકલવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે , ખલીલ, આવેશ અને દીપક સ્ટેન્ડ બાય ખેલાડી નથી. બોલિંગમાં આ ખેલાડીઓ પૈકી કોઇનો સમાવેશ થવાની સંભાવના છે પરંતુ બેટિંગમાં રાયડુ અથવા પંત રહેશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp