અંબાતી રાયડુની બોલિંગ એક્શન પર ઉઠ્યા સવાલ, ICC કરશે તપાસ

PC: intoday.in

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં રમવામાં આવેલી ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતને 34 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ટીમ ઇન્ડિયાને વધુ એક ઝાટકો લાગ્યો છે.હકીકતમાં, સિડની વનડેમાં પાર્ટટાઈમ બોલિંગ કરનાર અંબાતી રાયડુની બોલિંગ એક્શનની ફરિયાદ કરવામાં આવી છે. રાયડુએ સિડની વનડે મેચ દરમિયાન બે ઓવર બોલિંગ કરી હતી અને કોઈપણ સફળતા મેળવ્યા વગર 13 રન આપ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ રવિવારે ટ્વીટ કરતા આ જાણકારી શેર કરી હતી. ICC અનુસાર શંકાસ્પદ બોલિંગ માટે અંબાતી રાયડુની ફરિયાદ કરવામાં આવી છે. રાયડુને 14 દિવસોની અંદર પોતાની બોલિંગ એક્શનની તપાસ કરવવાની રહેશે. પરંતુ, રિપોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી રાયડુને બોલિંગ કરવાની અનુમતિ આપવામાં આવી છે.

રાયડુએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન 22મી અને 24મી ઓવરમાં બોલિંગ કરી હતી. રાયડુ ટીમ ઇન્ડિયા માટે મિડલ ઓર્ડર બેટિંગ કરે છે, પરંતુ જરૂર પાડવા પર તેઓ ટીમ માટે પાર્ટ ટાઈમ સ્પિન બોલિંગ કરે છે.

અંબાતી રાયડુએ 46 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 3 વિકેટ હાંસલ કરી છે. આ સિવાય તેઓ 97 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 10 વિકેટ અને 151 લિસ્ટ A મેચોમાં 13 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે.

ICCના નિયમ અનુસાર બોલ ફેંકવા દરમિયાન જો કોઈ બોલરનો હાથ 15 ડિગ્રીથી વધુ વાલે છે તો તે એક્શન માન્ય ગણવામાં આવતી નથી. એવામાં તે બોલરને બોલિંગ કરવામાં પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. બાયો મેકેનિક એનાલિસિસમાં રાયડુ પાસ થયા પછી જ તેમના એક્શનને ક્લીન ચીટ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp