ઉદ્ધવ ઠાકરેએ છોડ્યું CM હાઉસ, સામાન લઈને પહોંચ્યા માતોશ્રી, જુઓ વીડિયો

PC: news18.com

મહારાષ્ટ્રમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ પરથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાના પરિવાર સાથે નીકળી ગયા છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવા વચ્ચે પદને છોડવાની રજૂઆતના થોડા કલાકો બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુધવારે રાત્રે દક્ષિણ મુંબઈના પોતાના સત્તાવાર આવાસ પરથી ઉપનગરીય બાંદ્રા સ્થિતિ સત્તાવાર આવાસ ‘માતોશ્રી’ જતા રહ્યા. તેમનો સામાન પણ માતોશ્રી મોકલવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે, ભાઈ તેજસ ઠાકરે અને માતા રશ્મિ ઠાકરે પણ વર્ષા (મુખ્યમંત્રી હાઉસ)થી માતોશ્રી પહોંચી ગયા છે.

માતોશ્રી ઉદ્ધવ ઠાકરેનું ખાનગી આવાસ છે. તેમનો સામાન પણ હવે તેમના ખાનગી આવાસ માતોશ્રી પર લઈ જવામાં આવ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, એક ગાડીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારી આવાસ વર્ષાથી નીકળી રહ્યા છે. ત્યારબાદ આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરે પોતાની માતા રશ્મિ ઠાકરે સાથે બીજી ગાડીમાં નીકળી રહ્યા છે. સાંજે ફેસબુક લાઈવમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ વર્ષા (સરકારી આવાસ) છોડીને માતોશ્રીમાં રહેશે.

જોકે શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે, પાર્ટી ધારાસભ્યોના એક વર્ગ દ્વારા બળવો કરવા છતા રાજીનામું નહીં આપે અને આવશ્યકતા પડવા પર સત્તાધારી મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધન વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. આ અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ વર્ષા પરથી જ લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે ધારાસભ્યો તરફ ઈશારો કરતા કહ્યું કે, જો શિવસૈનિક મને કહે તો હું મુખ્યમંત્રીનું પદ છોડવા માટે તૈયાર છું.

જોકે શિવસેનાના નેતા સંજય રાઉત અત્યારે પણ દાવો કરી રહ્યા છે કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનેલા રહેશે. આ ઘટનાક્રમ વચ્ચે બુધવારે ઉદ્ધવ ઠાકરેએ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર સાથે લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં બંને નેતાઓએ આ સંકટમાંથી બહાર આવવાના વિકલ્પો પર ચર્ચા કરી, જેમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપવા પર પણ વિચાર કરવામાં આવ્યો.

ઉદ્ધવ ઠાકરે જ્યારે પોતાના ખાનગી આવાસ માતોશ્રી પહોંચ્યા ત્યારે હજારોની સંખ્યામાં શિવસૈનિક માતોશ્રી બહાર એકત્ર થયા હતા. જેવા જ ઉદ્ધવ ઠાકરે ત્યાં પહોંચ્યા શિવ સૈનિકોએ તેમના સમર્થનમાં નારેબાજી શરૂ કરી દીધી હતી. ચહેરા પર માસ્ક પહેરીને ઉદ્ધવ ઠાકરે કારમાંથી બહાર નીકળ્યા અને શિવ સૈનિકો સાથે મુલાકાત કરી હતી. થોડા સમય સુધી તેઓ પોતાના સમર્થકોની ભીડ પાસે ઉપસ્થિત રહ્યા અને પછી કારમાં બેસીને ઘરની અંદર જતા રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp