ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું 46 વર્ષની વયે થયું નિધન

PC: skysports.com

રવિવારની સવાર ક્રિકેટ પ્રેમીઓ માટે એક દુઃખદ સમાચાર લઈને આવી છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાતે ટાઉન્સવિલેમાં તેમની કાર રોડ પરથી ઉતરી ગઇ અને દુર્ઘટનામાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું મોત થઈ ગયું. એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નિધન બાદ ફેન્સ સહિત રમત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટે મહાન સ્પિનર શેન વૉર્નને પણ ગુમાવ્યા હતા.

પોલીસના નિવેદબ મુજબ, શરૂઆતી જાણકારીથી સંકેત મળે છે કે રાત્રે 11 વાગ્યા બાદ એલિસ રિવર બ્રિજ પાસે હર્વે રેન્જ રોડ પર કાર ચલાવવામાં આવી રહી હતી, રોડ પરથી હટ્યા બાદ કાર સરકી અને આ અકસ્માત થઈ ગયો. ઇમરજન્સી સેવાઓએ 46 વર્ષીય ડ્રાઇવરને બચાવવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમની ઇજાના કારણે મોત થઈ ગયું. ફોરેન્સિક ક્રેશ યુનિટ તપાસ કરી રહી છે. એક રિપોર્ટ મુજબ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરતા એક નિવેદન જાહેર કર્યું અને લોકોની સહાનુભૂતિના વખાણ કર્યા અને કહ્યું કે તેમની અંગતતાનું સન્માન કરવામાં આવે.

ઓસ્ટ્રેલિયા માટે 198 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમનારા એન્ડ્ર્યુ સાયમન્ડ્સ વર્ષ 2003 અને વર્ષ 2007ના વર્લ્ડ કપનો હિસ્સો રહ્યા હતા. આ બંને વર્ષોમાં ઓસ્ટ્રેલિયન ટીમે કોઈ પણ મેચ હાર્યા વિના રિકી પોન્ટિંગની કેપ્ટન્સીમાં બેક ટૂ બેક ટાઇટલ જીત્યા હતા. એ સિવાય આ મહાન ખેલાડીએ ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ મેચ પણ રમી હતી. ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપી છે. નાઇટ નેટવર્ક સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ બોલને લાંબો મારવા અને ફેન્સને મનોરંજન કરવા માંગતા હતા. તેઓ જૂના જમાના ક્રિકેટર હતા.

હાલના વર્ષોમાં એન્ડ્રુયું સાયમન્ડ્સે ફોક્સ સ્પોર્ટ્સ માટે એક ટી.વી. કમેન્ટેટરના રૂપમાં કામ કર્યું હતું અને બિગ બેઝ લીગ (BBL)ના પ્રસારણ માટે માઇક્રોફોન પર નિયમિત હતા. એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 198 વન-ડે અને 14 T20 મેચ રમી હતી. આ દરમિયાન તેના બેટથી ક્રમશઃ 1462, 5088 અને 337 રન નીકળ્યા. તો ઇન્ટરનેશનલ સ્તર પર તેમણે ત્રણેય ફોર્મેટમાં કુલ 165 વિકેટ પણ લીધી છે. સાયમન્ડ્સ ફિલ્ડ પર પોતાના આક્રમક અંદાજ અને શાનદાર ફિલ્ડિંગ માટે પણ જાણીતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp