અર્શદીપ આટલા નો બૉલ કેમ ફેંકે છે? પૂર્વ ભારતીય ક્રિકેટરે બતાવ્યું કારણ

PC: BCCI

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો, તેનું કારણ ફાસ્ટ બોલર અર્શદીપ પણ રહ્યો. અર્શદીપ સિંહની 27 રનની એ છેલ્લી ઓવર ભારતીય ટીમ પર ભારે પડી, જેના કારણે મહેમાન ટીમે 21 રનથી જીત હાંસલ કરીને 3 મેચોની સીરિઝમાં 1-0થી લીડ હાંસલ કરી દીધી છે. અર્શદીપ સિંહે 20મી ઓવરનો પહેલો બૉલ નો બૉલ ફેક્યો, જેનો ફાયદો ડેરિલ મિચેલે ઉઠાવતા સિક્સ લગાવી દીધો. ત્યારબાદ આગામી 3 બૉલ પર 16 રન વધુ બનાવી લીધા.

મેચ બાદ અર્શદીપ સિંહ પોતાના નો બૉલને લઈને ફરી ચર્ચામાં આવ્યો. ન્યૂઝીલેન્ડ પહેલા શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝ દરમિયાન પણ તેણે ઘણા નો બૉલ નાખ્યા હતા. અર્શદીપ સિંહના સતત નો બૉલ નાખવાનું મુખ્ય કારણ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ અને સંજય બાંગરે જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, અર્શદીપનું રન-અપ ખૂબ લાંબુ છે. મોહમ્મદ કૈફે અર્શદીપ સિંહને પોતાના બેઝિક્સ પર કામ કરવાની સલાહ આપી. સ્ટાર સ્પોર્ટ્સ પર મોહમ્મદ કૈફે કહ્યું કે, ‘અર્શદીપનું રન-અપ લાંબુ છે.

જેનો અર્થ છે કે તેને સ્ટેપિંગમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તે ત્યાં ઉર્જા પર બરબાદ કરી રહ્યો છે. તો એ ઓવરસ્ટેપ નો બૉલ પછાળનું મુખ્ય કારણ તેનું લાંબુ રન-અપ છે. અને જેમ કે તે ઘણી બધી સાઇડ બદલે છે, તે ક્યારેક-ક્યારેક અરાઉન્ડ ધ વિકેટ, તો ક્યારેક ઓવર ધ વિકેટ બોલિંગ કરે છે એટલે તેણે બેઝિક્સ પર કામ કરવા અને થોડો આરામ કરવાની જરૂરિયાત છે. તે સારો બોલર છે, પરંતુ તેનો સારો દિવસ ન રહ્યો.

તો પૂર્વ ભારતીય બેટિંગ કોચ સંજય બંગારે પણ મોહમ્મદ કૈફના આ નિવેદન પર સહમતી દર્શાવતા કહ્યું કે, ‘જેમ કે મોહમ્મદ કૈફે કહ્યું, તેનું રન-અપ વધારે લાંબુ છે. એક બોલરે તેની પાછળનું કારણ જાણવાની જરૂરિયાત છે. તમે એક પ્રગતિશીલ ફાસ્ટ બોલર છો અને તમારા શરીરમાં વધારે તાકત નથી, તો ગતિ બનાવવા માટે લાંબી દુરીથી દોડો.’ તો આ મેચમાં અર્શદીપ સિંહના નામે T20 ઇન્ટરનેશનલમાં 20મી ઓવરમાં સૌથી વધારે રન લૂંટાવનારો બોલર બની ગયો છે. પહેલા આ શરમજનક રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો. રૈનાએ વર્ષ 2012માં 26 રન આપ્યા હતા.

ઇનિંગની 20મી ઓવરમાં સૌથી વધુ રન આપનારા ભારતીય બોલર:

અર્શદીપ સિંહ-27 રન (2023)

સુરેશ રૈના-26 (2012)

દીપક ચાહર-24(2022)

ખલીલ અહમદ-23 (2018)

હર્ષલ પટેલ-23 (2022)

હર્ષલ પટેલ (2022)

અર્શદીપ સિહ એક ઓવરમાં સૌથી વધુ રન આપવાની બાબતે પણ સંયુક્ત રૂપે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. પહેલા નંબર પર શિવમ દૂબે છે. તેણે વર્ષ 2020માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં 34 રન આપ્યા હતા.

શિવમ દૂબે વર્સિસ ન્યૂઝીલેન્ડ-34 રન (2020)

સ્ટુઅર્ટ બિન્ની વર્સિસ વેસ્ટ ઈન્ડીઝ (2016)

શાર્દૂલ ઠાકુર વર્સિસ શ્રીલંકા (2018)

અર્શદીપ સિંહ વર્સિસ ન્યૂઝીલેન્ડ (2023).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp