26th January selfie contest

આ ખેલાડીનું નિવેદન, જાડેજાના કારણે એશિયા કપની સુપર-4થી બહાર થઈ ભારતીય ટીમ

PC: wionews.com

એશિયા કપની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એશિયા કપની 2022 સીઝનમાં શ્રીલંકન ટીમે પાકિસ્તાની ટીમને હરાવીને છઠ્ઠી વખત ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ વખત ભારતીય ટીમ સુપર-4થી જ બહાર થવા પાછળ દિગ્ગજ ખેલાડીઓ અને એક્સપર્ટ્સે કેટલાક મહત્ત્વના કારણોનો ઉલ્લેખ કર્યો, પરંતુ અફઘાનિસ્તાની પૂર્વ કેપ્ટન અસગર અફઘાને ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સૌથી મોટો ફેક્ટર માન્યો છે. તેના જણાવ્યા મુજબ, રવીન્દ્ર જાડેજાની ઇજાના કારણે ટીમનું સંતુલન બગડી ગયું અને પરિણામ ભારતીય ટીમને ટૂર્નામેન્ટથી બહાર થવું પડ્યું.

રવીન્દ્ર જાડેજાએ એશિયા કપની 2 મેચમાં જ હિસ્સો લીધો હતો અને તેણે ટ્રેનિંગ દરમિયાન ઘૂંટણની ઇજા થઈ ગઈ હતી. આ કારણે તે બાકી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેના કારણે ઓલરાઉન્ડર અક્ષર પટેલને જરૂર સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ રવીન્દ્ર જાડેજાની અછત પૂરી કરવા માટે ભારતીય ટીમે કેટલાક બદલાવ મજબૂરીમાં કરવા પડ્યા હતા. અસગર અફઘાને કહ્યું કે, ભારતીય ટીમ કાગળ પર મજબૂત હતી અને એશિયા કપ જીતવા માટે પસંદગીની હતી, પરંતુ તેણે એમ પણ કહ્યું કે, ભારતે મહાદ્વીપીય ટૂર્નામેંટ દરમિયાન વસ્તુને થોડી હલકી કરી.

એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા અફઘાની પૂર્વ કેપ્ટન અસગર અફઘાને કહ્યું કે, ‘કાગળ પર તે (ભારતીય ટીમ) એશિયા કપ જીતનારી સર્વશ્રેષ્ઠ ટીમ હતી. તેની પાસે જે પ્રકારનું સંતુલન હતું, તે ખૂબ સારું હતું, પરંતુ કદાચ તેમણે વસ્તુને થોડી હલકી કરી, પરંતુ સુપર-4માં તેમની હારનું મુખ્ય કારણ રવીન્દ્ર જાડેજાની ઇજા હતી. તેણે વાસ્તવમાં તેના પક્ષમાં સંતુલનને પ્રભાવિત કર્યું. રવીન્દ્ર જાડેજા એશિયા કપની પહેલી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 35 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમતા ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જોકે દિગ્ગજ ઓલરાઉન્ડર હવે થોડા અઠવાડિયાઓ સુધી મેદાનથી બહાર રહેશે. તેણે પોતાના ઘૂંટણની સર્જરી કરાવી છે અને આ જ કારણે T20 વર્લ્ડ કપથી પણ બહાર થવું પડ્યું છે. જ્યારે અસગર અફઘાનને પૂછવામાં આવ્યું કે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ક્યાં સુધી જતી નજરે પડી રહી છે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, ભારતીય ટીમે પોતાના ખેલાડીઓ અને સ્ક્વોડનો સપોર્ટ કરવો જોઈએ. એવું નથી કે તે બેકાર ટીમ છે, બસ તે એશિયા કપમાં સારું ન કરી શકી. ગેમમાં એવું થતું રહે છે. વર્લ્ડ કપ આવી રહ્યો છે અને ભારતીય ટીમ તેની પ્રબળ દાવેદાર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp