ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરે જસપ્રીત બૂમરાહને ગણાવ્યો T20નો શ્રેષ્ઠ બોલર

PC: hindustantimes.com

ભારતીય ક્રિકેટ ફેન્સ જેની છેલ્લાં ઘણા મહિનાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે IPLની 13મી સીઝન આગામી 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવા જઈ રહી છે. કોરોના વાયરસ મહામારીને કારણે IPLને પોસ્ટપોન કરવામાં આવી હતી, પરંતુ હવે તે UAEમાં રમાવા જઈ રહી છે. જેને માટે દરેક ટીમો UAE પહોંચી ગઈ છે અને સીરિઝનું ટાઈટલ જીતવા માટે તૈયારીઓ કરી રહી છે. ત્યારે કઈ ટીમ જીતશે તે અંગે વિવિધ દિગ્ગજો દ્વારા અવનવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ કયો બેટ્સમેન શ્રેષ્ઠ છે કે કયો બેટ્સમેન સૌથી વધુ રન કરશે તેમજ કયો બોલર શ્રેષ્ઠ છે કે પછી કયો બોલર સૌથી વધુ વિકેટ લેશે તેને લઈને વિવિધ ચર્ચાઓ અને અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયાના બોલર જેમ્સ પૈટિનસને ભારતીય બોલર જસપ્રીત બુમરાહને T20માં દુનિયાનો શ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે અને કહ્યું છે કે, તે IPLની આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાં બુમરાહ અને ન્યુઝીલેન્ડના ટ્રેંટ બાઉલ્ટની સાથે રમવાને લઈને ઉત્સાહિત છે. આ વખતે IPL કોરોના વાયરસ મહામારીના કારણે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાવા જઈ રહ્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં પૈટિનસને કહ્યું, અંગતરીતે કહું તો દુનિયાના બેસ્ટ બોલર્સની સાથે કામ કરવું શાનદાર રહેશે. ઉલ્લેખનીય વાત છે કે, બુમરાહ દુનિયાના બેસ્ટ બોલર્સમાંથી એક છે અને બાઉલ્ટ પણ ત્યાં છે. આથી મારા માટે આ શાનદાર અનુભવ રહેશે. મેં UAEમાં થોડી આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, આથી મને અહીં રમવાનો અનુભવ છે.

મુંબઈ ઈન્ડિયન્સે પૈટિનસનને શ્રીલંકાના દિગ્ગજ બોલર લસિથ મલિંગાની જગ્યાએ મુંબઈની ટીમમાં સામેલ કર્યો છે. મલિંગાએ અંગત કારણોસર IPL 2020માંથી પોતાનું નામ પાછું લઈ લીધું હતું. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે IPLની 13મી સીઝનની ઓપનિંગ મેચ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીના મેદાનમાં રમાશે.

પૈટિનસને વધુમાં કહ્યું હતું કે, હું આ અગાઉ UAEમાં કેટલીક એકદિવસીય ઈન્ટરનેશનલ મેચ રમ્યો છું, આથી મને અહીં UAEમાં રમવાનો થોડો અનુભવ છે. UAEની પીચોના સંદર્ભમાં પૈટિનસને કહ્યું હતું કે, વિકેટ ડ્રાય છે અને ત્રણ વિકેટ છે, જેનો ઉપયોગ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કરવામાં આવશે. આથી ટૂર્નામેન્ટ આગળ વધવાની સાથે પિચ ધીમી થતી જશે અને બાઉન્સ ઓછો થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp