
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ અફઘાનિસ્તાન વિરુદ્ધ થનારી 3 મેચોની વન-ડે સીરિઝ રમવાની ના પાડી દીધી છે. આ સીરિઝ માર્ચમાં યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં રમાવાની હતી. અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર પ્રતિબંધોના કારણે ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય લીધો છે. આ સીરિઝ વર્લ્ડ કપ સુપર લીગનો હિસ્સો છે. એવામાં ઓસ્ટ્રેલિયન ટીમને 30 પોઇન્ટનું નુકસાન થશે. એવામાં શું તેના આ વર્ષે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વર્લ્ડ કપમાં ક્વાલિફાઇ કરવા પર અસર પડશે? આવો અમે આ આર્ટિકલમાં બતાવીએ.
ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ બીજી વન-ડેમાં જીત હાંસલ કરવા માટે સુપર લીગ ટેબલમાં ટોપ પર જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ બીજા નંબર પર આવી ગઇ છે. રોહિત શર્માની આગેવાનીમાં આજે શ્રીલંકા વિરુદ્ધ જીત હાંસલ કરીને ફરીથી ટોચ પર આવી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સીરિઝ રદ્દ કરવાનો નિર્ણય તાલિબાન દ્વારા મહિલાઓ અને છોકરીઓને શિક્ષણ, રોજગારના અવસરો ઓછા કરવા અને પાર્કો તેમજ જિમ જવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ લીધો છે.
Cricket Australia is committed to supporting growing the game for women and men around the world, including in Afghanistan, and will continue to engage with the Afghanistan Cricket Board in anticipation of improved conditions for women and girls in the country. pic.twitter.com/cgQ2p21X2Q
— Cricket Australia (@CricketAus) January 12, 2023
અમે અફઘાનિસ્તાન સહિત આખી દુનિયામાં મહિલાઓ અને પુરુષોની રમતને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે અફઘાનિસ્તાન બોર્ડ સાથે મળીને તેમાં સુધાર લાવવાનો પ્રયત્ન ચાલુ રાખીશું. વર્લ્ડ કપ સુપર લીગની વાત કરીએ તો અત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ટેબલમાં પાંચમા નંબર પર છે. તેણે અત્યાર સુધી રમેલી 18માંથી 12 મેચ જીતી છે. તેના 120 પોઇન્ટ છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝ રદ્દ થવાથી તેના વર્લ્ડ કપમાં ઉતરવા પર કોઇ ફરક નહીં પડે.
ટીમ પહેલા જ તેના માટે ક્વાલિફાઇ કરી ચૂકી છે. ન્યૂઝીલેન્ડની ટીમ 140 પોઇન્ટ સાથે ટોપ પર પહોંચી ગઇ છે. તેણે 20માંથી 13 મેચ જીતી છે. તેના 140 પોઇન્ટ છે. ભારતીય ટીમ 139 પોઇન્ટ સાથે બીજા નંબરે સરકી ગઇ છે. ભારતે 21માંથી 13 વન-ડે જીતી છે. 6 મેચમાં તેને હાર મળી છે. પાકિસ્તાન 130 પોઇન્ટ સાથે ત્રીજા અને ઇંગ્લેન્ડ 125 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે. અફઘાનિસ્તાન ક્રિકેટ માટે આ એક મોટો ઝટકો છે. આ ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી સારું રમી રહી છે. જો આ ટીમને મોટી ટીમ વિરુદ્ધ દ્વિપક્ષીય સીરિઝ રમવાના વધારે ચાન્સ મળે છે તો આ ટીમ ભવિષ્યમાં સારી થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp