પાકિસ્તાને T20 વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડીઓને કર્યા બહાર, કેચ છોડનાર ખેલાડી સામેલ

PC: news18.com

પાકિસ્તાનની ટીમ હાલના દિવસોમાં ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના પ્રવાસે છે. આ દરમિયાન 2 મેચોની ટેસ્ટ સીરિઝની શુક્રવારથી શરૂઆત થઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ માટે બાબર આઝમના નેતૃત્ત્વવાળી 12 સભ્યોના ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાંથી 11 ખેલાડી શુક્રવારે મેદાનમાં ઉતરશે. આ પહેલા પાકિસ્તાને T20 સીરિઝ પર 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું પરંતુ, 2 મેચમાં બાંગ્લાદેશના ખેલાડીઓએ જોરદાર સંઘર્ષ કર્યો હતો.

એવામાં બંને ટીમો વચ્ચે એક વખત ફરી મેચ જોવા મળી શકે છે. T20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી. તેણે બધી 6 મેચમાં એક પણ પ્લેઇંગ ઇલેવનને ચાન્સ આપ્યો હતો પરંતુ પહેલી ટેસ્ટ મેચ માટે સિલેક્ટ કરવામાં આવેલા ખેલાડીઓની વાત કરીએ તો વર્લ્ડ કપ રમનારા માત્ર 4 ખેલાડી ટીમમાં સામેલ છે એટલે કે 7 ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. બાબર આઝમ સિવાય, મોહમ્મદ રિઝવાન પણ ટીમમાં સામેલ છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ફાસ્ટ બોલર હસન અલી અને શાહીન શાહ આફ્રિદીને પણ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. હસન અલીએ સેમિફાઈનલમાં કેચ છોડ્યા બાદ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ વેડનો કેચ છોડ્યો હતો. ત્યારબાદ મેથ્યૂ વેડે શાહીન શાહ આફ્રિદીની એ જ ઓવરમાં 3 સિક્સ લગાવીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને પહેલી વખત ટાઇટલ જીત્યું હતું.

પાકિસ્તાનની ટીમ હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ત્રીજા નંબર પર છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમે અત્યાર સુધી એક પણ મેચ રમી નથી. ટીમનો દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસન ઇજાના કારણે પહેલી ટેસ્ટ રમી રહ્યો નથી. તે T20 વર્લ્ડ કપની છેલ્લી મેચોમાં પણ રમ્યો નહોતો.

પાકિસ્તાનની ટેસ્ટ ટીમ

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (ઉપકેપ્ટન અને વિકેટકીપર), અબ્દુલ્લા શફીક, આબિદ અલી, અજહર અલી, ફહીમ અશરફ, ફવાદ આલમ, હસન અલી, ઈમામ ઉલ હક, નોમાન અલી, સાજિદ ખાન, શાહીન શાહ આફ્રિદી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp