Tri-Series: બાંગ્લાદેશ ટોસ જીત્યું, રોહિતે આ ગુજરાતી ખેલાડીને બહાર બેસાડ્યો

PC: bcci.tv

ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાઇ સીરિઝમાં ટુર્નામેન્ટની આજની મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટીમ ટકરાશે, ત્યારે બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ભારતને બેટિંગ આપવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્માએ જયદેવ ઉનડકટની જગ્યાએ મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા આપવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકાના કોલંબોમાં રમાનારી આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. શ્રીલંકામાં યોજાનારી T20 ઈન્ટરનેશનલ ટ્રાઇ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના ટોપ 5 ક્રિકેટરોને આરામ આપવામાં આવ્યો છે અને હિટમેન રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર એમ.એસ.ધોની, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બૂમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમ ઈન્ડિયાની કપ્તાનશિપ આપવામાં આવશે. આ સાથે જ ઘણાં યુવા ખેલાડીને પણ તક મળશે, તે વાત પાક્કી છે. સાઉથ આફ્રિકા સામે લાંબા સમયથી ચાલી રહેલી સીરિઝથી ખેલાડીઓ થાકી ગયા છે અને એટલે BCCIએ પણ આ ધૂઆંધાર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય ટીમ...

Rohit Sharma (c), Shikhar Dhawan, Lokesh Rahul, Suresh Raina, Manish Pandey, Dinesh Karthik (wk), Vijay Shankar, Washington Sundar, Shardul Thakur, Mohammed Siraj, Yuzvendra Chahal

ટ્રાઇ સીરિઝનું શિડ્યૂલ:

તારીખ મેચ
March 6, 2018 શ્રીલંકા vs ઈન્ડિયા
March 8, 2018 બાંગ્લાદેશ vs ઈન્ડિયા
March 10, 2018 શ્રીલંકા vs બાંગ્લાદેશ
March 12, 2018 શ્રીલંકા vs ઈન્ડિયા
March 14, 2018 બાંગ્લાદેશ vs ઈન્ડિયા
March 16, 2018 શ્રીલંકા vs બાંગ્લાદેશ
March 18, 2018 ફાઈનલ મેચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp