કોહલી સહિત આ બે ખેલાડી A+ ગ્રેડમાં શામેલ, જાણો વર્ષે કેટલા રૂપિયા મળશે

PC: bcci.tv

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે પોતાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બૂમરાહને A+ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે, જે અંતર્ગત આ ત્રણેય ખેલાડીને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે.

ગ્રેડ Aમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કે. એલ. રાહુલ, શિખર ધવન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ અને રિષભ પંતના નામ સામેલ છે, જેમને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળશે.

ગ્રેડ Bની વાત કરીએ તો તેમાં રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, યઝુવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલને સામેલ કરાયા છે, જેમને 3 કરોડ રૂપિયા મળશે.

ગ્રેડ Cની વાત કરીએ તો તેમાં કેદાર જાદવ, નવદીપ સૈની, દીપક ચહર, મનિષ પાંડે, હનુમા વિહારી, શાર્દૂલ ઠાકુર, શ્રેયસ ઐય્યર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp