#MeToo: BCCIના CEO પર આરોપ, COAએ અઠવાડિયામાં માગ્યો જવાબ

PC: deccanherald.com

MeToo મૂવમેન્ટના કારણે ઘણા સેલિબ્રિટીઓ પર આંગળીઓ ચિંધાઈ રહી છે. અમેરિકાથી ભારત સુધીની મહિલાઓ યૌન અને માનસિક ઉત્પીડનની પોતાની વાત આ મૂવમેન્ટ દ્વારા સામે મૂકી રહી છે. આ મૂવમેન્ટમાં નાના પાટેકર, આલોકનાથ જેવા કલાકાર, એમ જે અકબર જેવા રાજનેતા, અર્જુના રણતુંગા અને લસિથ મલિંગા જેવા ક્રિકેટરોના નામ પણ સામે આવી ચૂક્યા છે.

આ મૂવમેન્ટમાં હવે BCCIના CEO રાહુલ જોહરીનું છે. એક મહિલા પત્રકારે રાહુલ જોહરી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. જોકે આ મહિલા પત્રકારે પોતાની ઓળખ છતી કરી નથી. રાહુલ જોહરી 2016થી BCCIના CEOના પદ પર કાર્યરત છે.

BCCIની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA)એ રાહુલ જોહરીને યૌન ઉત્પીડનના આરોપો પર અઠવાડિયાની અંદર સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. @PedestrianPoet નામના ટ્વીટર હેન્ડલ પરથી ઈમેલનો સ્ક્રીનશોટ શેર કરીને BCCIના CEO પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાએ રાહુલ જોહરી પર આરોપ લગાવ્યો છે કે, 'મારી રાહુલ જોહરી સાથે જોબ સંબંધે મુલાકાત થઈ હતી. અમે બંને કોફી શોપમાં મળ્યા હતા અને ત્યારે તેઓ નોકરીના બદલામાં મારી પાસે કંઈ ઇચ્છતા હતા.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp