ભુવનેશ્વર કુમાર અને પૃથ્વી શૉની ઇન્જરી અંગે આવ્યું અપડેટ, જાણો ક્યારે કરશે વાપસી

PC: india.com

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે લંડનમાં સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી કરાવી છે. તેની આ સર્જરી સફળ રહી છે. સ્વદેશ પરત ફર્યા બાદ તે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થશે. BCCI ગુરુવારે જાહેર કરેલા એક રિપોર્ટમાંથી આ વાત જાણવા મળી હતી. ક્રિકેટ બોર્ડે એમની રિકવરી માટે કોઈ સમય મર્યાદા કહી નથી. પણ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ વખતે મેદાનમાં જોવા મળી શકે છે.

તા. 29 માર્ચથી IPL શરૂ થઈ રહી છે. ભુવનેશ્વર કુમાર સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાંથી રમે છે. બોર્ડ સચિવ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર તા.9ના રોજ લંડન ગયો હતો અને તા. 11મીએ પર સર્જરી કરવામાં આવી હતી. જે સફળ રહી છે. આ માટે ટીમ ઈન્ડિયાના ફિઝિયોથેરાપીસ્ટ યોગેશ પરમારે ભુવનેશ્વરની મદદ કરી હતી. ભુવનેશ્વર કુમારના ડાબા ખભ્ભામાં ઈજા થઈ હતી. જ્યારે પૃથ્વી શૉ ટૂંક જ સમયમાં ભારતીય ક્રિકેટ ટીમની એ ટીમમાં જોવા મળશે. ભુવનેશ્વર કુમારે પોતાના ક્રિકેટ કેરિયરમાં 21 ટેસ્ટ મેચ, 114 વન ડે, અને 43 T20 મેચ રમી છે. જ્યારે પૃથ્વી શૉ જેવા બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય છે ત્યારે નવી તૈયાર થતી ટીમને પણ નુકસાન વેઠવાનો વારો આવે છે.

ગત મહિને બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ ખેલાડીઓને થતી ઈજા પર ગંભીરતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે તેમણે સિનિયર ખેલાડી રાહુલ દ્રવિડ સાથે પણ એક ખાસ બેઠક યોજી હતી. બોર્ડના હાલના રિપોર્ટ અનુસાર બેટ્સમેન પૃથ્વી શૉ પણ ફીટ છે. ટૂંક જ સમયમાં તે ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી મેચ સાથે જોડાશે. રણજી ટ્રોફી દરમિયાન તેને ઈજા પહોંચી હતી. ફિલ્ડિંગ વખતે તેમને ખભામાં ઈજા થઈ હતી. નેશનલ ક્રિકેટ એકેડેમીએ પણ તેમની સ્વસ્થતાને લઈને લીલી ઝંડી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp