ટીમ ઇન્ડિયાના લંચ મેન્યૂમાં આ વસ્તુ જોઈને ફેન્સ ભડક્યા, લીધી ટ્વીટર પર ક્લાસ

PC: twitter.com/ICC

લોર્ડ્સ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે BCCIએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું લંચ મેન્યૂ પોતાના સત્તાવાર ટ્વીટર પર શેર કર્યું હતું જે ચર્ચામાં છે. વાસ્તવમાં આ લંચ મેન્યૂમાં 'બ્રેઝ્ડ બીફ પાસ્તા' શામેલ હતું જેને લઈને ટ્વીટર પર BCCI અને ટીમ ઇન્ડિયાને ટ્રોલ થઈ રહી છે. નોંધનીય છે કે ભારતમાં 'બીફ'ને લઈને વિવાદ ચાલે છે અને તે એક રાજનૈતિક મુદ્દો પણ બની ગયો છે. ટીમ ઇન્ડિયાના મેન્યૂમાં 'બીફ' આઈટમનું હોવું ટ્વીટર યુઝર્સને પસંદ ન આવ્યું અને તેમણે પોતાની નારાજગી BCCI અને ખેલાડીઓ પર નીકળી. ચાલો એક નજર નાખીએ ફેન્સ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ પર...

નોંધનીય છે કે લોર્ડ્સ ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસનું લંચ મેન્યૂ પણ BCCI દ્વારા પોતાના ટ્વીટર પર શેર કરવામાં આવ્યું હતું. પ્રથમ અને બીજા દિવસે લંચ મેન્યૂમાં ભારતીય ખેલાડીઓની પસંદગીની ડિશ રાખવામાં આવી હતી. જેમાં સૂપ, ચિકન લસાને, સ્ટફ્ડ લેમ્બ, ચિકન ટિક્કા કરી, પનીર ટિક્કા કરી, પ્રોન્સ વિથ મેરી રોઝ સોસ, રાઈસ વિથ મેશ્ડ પોટેટો, બોઈલ્ડ એગ્સ અને ગાર્ડન સલાડ હતું. આ ઉપરાંત સ્વીટ ડિશમાં એપલ પાઈ કસ્ટર્ડ, ચેરી ચીઝ સોસ સાથે ડાર્ક ચોકલેટ, ફ્રેન્ચ ફ્રૂટ સલાડ અને આઈસ્ક્રીમ રાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp