FIFA 2018: ફાઇનલ મેચ પહેલાં ફૂટબોલની આ જાણકારી જરૂરી છે

PC: football2018worldcup.com

FIFA વલ્ડકપનો ફાઈનલ આવી રહ્યો છે અને દુનિયાભરમાં ફૂટબોલ ફેન્સ એ વાત પર માથાકુટ કરે છે કે આ વખતે કઈ ટીમના નામે હશે વલ્ડ ચેમ્પિયનનું ટાઈટલ. ફ્રાંસ ફરીવાર જીતશે કે પછી ક્રોએશિયા નવો ઇતિહાસ રચશે.

જે લોકો ફૂટબોલ વિશે કંઈ જાણતા નથી પરંતુ રવિવારે થનાર ફાઈનલ મેચ જોવા માટે મોટી પ્લાનિંગ કરી ચૂક્યા છે તો આ ટિપ્સ અપનાવીને આવા લોકો પોતાના ફૂટબોલ ક્રેઝી ફ્રેન્ડસને જતાવી શકે છે કે તેઓ પણ ફૂટબોલની સાથે ફાંસ અને ક્રોએશિયાના ખેલાડીઓ વિશે ઘણું જાણે છે.

જાણી લો ક્રોએશિયા વિશે આ વાતો

ક્રોએશિયા હજી સુધી FIFA વર્લ્ડ કપ જીત્યું નથી. આ પહેલીવાર છે જ્યારે તેઓ FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં રમશે. 1998ના વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ક્રોએશિયા ફ્રાંસ સામે હાર્યું હતું તો આ વખતે ક્રોએશિયા પાસે ફ્રાંસ પાસે બદલો લેવાનો ખાસ મોકો છે. ક્રોએશિયાના મોટાભાગના ખેલાડીઓના નામની આગળ ઇક (ic) આવે છે.

શું ફ્રાંસ કરશે ચાન્સ પર ડાન્સ?

1998માં બ્રાઝીલને હરાવી ફ્રાન્સે વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત ફ્રાન્સ 2006ના વર્લ્ડ કપ ફાઈનલ સુધી પહોંચ્યું હતું. આ વખતે એ જોવું રહ્યું કે કોણ બાજી મારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp