યશસ્વી જયસ્વાલની સદી પૂરી થતા જ પિતા નીકળ્યા કાવડ યાત્રા પર, જુઓ શું કહ્યું

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે બાળકો તેમનું નામ રોશન કરે. ભારતીય ટીમનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઇન્ડીઝમાં જઈને પોતાની પહેલી જ ઇન્ટરનેશનલ મેચમાં સદી બનાવી નાખી. હવે બધાની નજર એ તરફ છે કે શું તે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં બેવડી સદી બનાવશે કે નહીં? અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન એમ કરી શક્યો નથી. 21 વર્ષીય યશસ્વી જયસ્વાલ બીજા દિવસની રમત પૂરી થવા સુધીમાં 143 રન બનાવીને રમી રહ્યો છે.
બીજા દિવસની રમત સમાપ્ત થવા પર ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 312 રન બનાવી લીધા છે. તેને 162 રનની મોટી લીડ મળી ચૂકી છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 150 રન બનાવીને સમેટાઇ ગઈ હતી. યશસ્વી જયસ્વાલના પિતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ દીકરાની બેવડી સદી સુધી પહોંચવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. કાવડ યાત્રા પર નીકળેલા યશસ્વી જયસ્વાલના પિતાએ કહ્યું કે, આખા પરિવારમાં ખુશી છે. ભદોહી જિલ્લો ખુશ છે. હું ઈચ્છું છું કે દીકરો બેવડી સદી ફટકારે અને ઉત્તર પ્રદેશનું નામ રોશન કરે. હું બાબા ધામમાં એ જ માનતા માગીશ એ તેની બેવડી સદી પૂરી થાય. તેની મહેનત સફળ થાય.
યશસ્વી જયસ્વાલની સંઘર્ષની કહાની:
યશસ્વી જયસ્વાલ ઓછી ઉંમરમાં જ મુંબઈ આવી ગયો હતો. તેણે ક્રિકેટ રમવા માટે ખૂબ સંઘર્ષ કર્યો. તેને પાણીપુરી પણ વેચવી પડી. મકાનમાંથી કાઢ્યા બાદ તેને ટેન્ટમાં પણ રહેવું પડ્યું હતું. તે આખો દિવસ રમતો હતો અને રાત્રે પોતે ભોજન બનાવીને પેટ ભરતો હતો. અંડર-19 વર્લ્ડ કપમાં ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ યશસ્વી જયસ્વાલે રણજી ટ્રોફી, દુલિપ ટ્રોફી, ઈરાની અને IPLમાં શાનદાર પ્રદાર્શન કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. આ જ કારણે તેને ભારતીય ટીમમાં ચાંસ મળ્યો નાને તેણે સિલેક્ટર્સના નિર્ણયને સાચો સાબિત કરી દેખાડ્યો.
યશસ્વી જયસ્વાલને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. તે ત્યાં પણ સારું પ્રદર્શન કરવા ઇચ્છશે. IPL 2023ની વાત કરીએ તો તેણે માત્ર 13 બૉલમાં અડધી સદી ફટકારી દીધી હતી. તે IPL ઇતિહાસમાં સૌથી ઓછા બૉલમાં અડધી સદી ફટકારનારો ખેલાડી છે. તેને સદી પણ બનાવી હતી. ઘણા દિગ્ગજ તેને ભવિષ્યનો સુપરસ્ટાર બતાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp