આ બોડી બિલ્ડર્સ પર લાગ્યા દેશ સાથેની ગદ્દારીનાં આરોપ

PC: aajtak.intoday.in

નવ વખત મિસ્ટર ઈન્ડીયાનું ટાઇટલ જીતનાર બોડીબિલ્ડર સુહાસ ખામકર ફરી એક વાર વિવાદોમાં ઘેરાયો છે. આ વખતે તેની સામે દેશ સાથે દગો કરવાનો આરોપ છે. એવું કહેવામાં આવે છે કે સુહાઝ ખામકર હૉંગકૉંગમાં આયોજિત એમેચ્યુઅર ઓલિપ્મીયા ચેમ્પિયનશિપમાં થાઇલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે આ ચેમ્પિયનશિપનું પરિણામ આવ્યું ત્યારે લોકો આ વાતથી નવાઈ પામ્યા હતા કે સુહાસે ભારતની જગ્યાએ થાઇલેન્ડથી ટાઈટલ જીત્યું હતું.

બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા સુહાસનાં આ પગલાની ની આકરી ટીકા કરવામાં આવી છે. સુહાસની સામે કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સરકારી કર્મચારી હોવાને કારણે, બોડી બિલ્ડિંગ એસોસિએશને તપાસ પૂર્ણ થઈ ત્યાં સુધી તેને સરકારી સેવામાંથી દૂર રાખવાની માગણી કરી છે.
સુહાસ ખામકરનો સંબંધ હંમેશાં વિવાદ સાથે હોવા છતાં, તે બોડી બિલ્ડિંગ સાથે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. તેમને આર્નોલ્ડ ઓફ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. સુહાસની રોજની ડાઈટ સાંભળી લોકો નવાઈ પામે છે.

ભારતીય બોડિબિલ્ડિંગ વેબસાઇટ અનુસાર સુહાસ રોજ 1.5 કિગ્રા ચિકન, 50 ઇંડા, 6 કેળા, 700 ગ્રામ માછલી, 5 કિલો ફળ અને પ્રોટીન ખાય છે.
તેઓ એક દિવસમાં 6 વખત આ ખોરાક લે છે. આ ઉપરાંત, જ્યારે તેઓ 84 કિગ્રાના વજનવાળા ગ્રુપમાં પરર્ફોર્મ કરવા આવે છે, ત્યારે તેમનો ખોરાક આના કરતા ડબલ થઈ જાય છે.

સુહાસ મૂળ મહારાષ્ટ્રના કોલ્હાપુરનો રહીશ છે. તેણે મિસ્ટર ઈન્ડીયા ખિતાબ નવ વખત જીત્યું છે. એટલું જ નહીં, મિસ્ટર આફ્રિકા 2010, મિ. ઓલમ્પિયા સહિતના અનેક ટાઇટલ તેમના નામે નોંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp