સુરક્ષા ઘેરો તોડી કોહલી પાસે પહોંચી જનારા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

PC: twitter.com/fpjindia

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ઉપ્પલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા દિવસે એક વ્યક્તિ સુરક્ષાનો ઘેરો તોડીને વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવા ચાલુ મેચે ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. હવે તેના પર પગલા લેતા ફેન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.વેક્ટેશ્વરલુએ કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશના કદાપા જિલ્લામાં રહેનારા 19 વર્ષના મોહમ્મદ ખાન વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેણે સુરક્ષા ઘેરો તોડીને કોહલી નજીક જવાની કોશિશ કરી હતી.

કોહલીનાં ક્રેઝી ફેનને કારણે રોકવી પડી મેચ, જૂઓ ફોટોઝ...

હૈદરાબાદમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા જ મેદાન પર અજીબ ઘટના બની હતી. જેને કારણે મેચ થોડાં સમય માટે રોકવી પડી, પરંતુ ફેન્સની આ હરકતે મેચની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી અનુસાર, ટોસ બાદ ટીમ ઈન્ડિયા ફીલ્ડિંગ માટે મેદાન પર ઉતરી. મેચમાં કેટલીક ઓવરો નંખાઈ હતી કે કેપ્ટન વિરાટ કોહલીનો એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો અને સેલ્ફી લેવા માંડ્યો.

વિરાટ પણ આ હરકતથી હેરાન થઈ ગયો હતો. આ યુવકે વિરાટને ભેટવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની સાથે સેલ્ફી લીધી હતી. જોકે, આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ તે યુવકને તાત્કાલિક મેદાનમાંથી બહાર લઈ જવા માટે આવતું દેખાયું નહીં. આ દરમિયાન મેદાન પર હાજર બંને એમ્પાયર બ્રૂસ ઓક્ઝનફોર્ડ અને ઈયાન ગોલ્ડ નારાજ થયા અને તે યુવકને મેદાન પરથી જવાનું કહેવા માંડ્યા. આ સીરિઝમાં આવું સતત બીજીવાર થયું છે, જ્યારે વિરાટ સાથે સેલ્ફી લેવા માટે ફેન્સ મેદાનમાં ઘૂસી આવ્યા હોય. આ અગાઉ રાજકોટમાં રમાયેલી ટેસ્ટમાં બેટિંગ કરવા માટે ઉતરેલા કોહલી સાથે સેલ્ફી લેવા માટે ફેન્સ મેદાનમાં ઘૂસી આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp