ટીમ ઈન્ડિયા માટે ફરી એકવાર બોજો બન્યો આ ખેલાડી, શું બીજી ટેસ્ટમાં રમશે?

PC: twitter.com

કીવીઓને ટી20 સીરિઝમાં માત આપ્યા પછી ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે આજે શરૂ થયેલી ટેસ્ટ સીરિઝની કાનપુરમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટમાં ભારત પહેલા બેટિંગ કરી રહ્યું છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેયસ અય્યર આ ટેસ્ટથી પોતાના કરિયરની શરૂઆત કરી છે. વિરાટ અને રોહિત શર્માની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે લાંબા સમય પછી ભારતની કમાન ફરીથી સંભાળી રહ્યો છે.

ખેર, કાનપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે ફરીથી ચેતેશ્વર પુજારાનું લચર પ્રદર્શન જોવા મળ્યું છે. ચેતેશ્વર પુજારા કાનપુર ટેસ્ટની પહેલી ઈનિંગમાં 88 બોલ પર 26 રન બનાવી આઉટ થયો. વિરાટ કોહલીની ગેરહાજરીમાં પુજારા પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી, પણ તે ભારતને વચ્ચે જ છોડી ચાલ્યો ગયો.

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં પુજારાની બેટિંગની રીત ઘણી નેગેટિવ લાગી. એક તરફ જ્યાં શુભમ ગિલ જેવા યુવા બેટ્સમેને ચોગ્ગા-છગ્ગા લગાવ્યા તો પુજારાની બેટિંગ કાચબાની ચાલ જેવી ધીમી ગતિએ આગળ વધી રહી હતી. શુભમ ગિલ 52 રન બનાવી આઉટ થયો ત્યાર પછી પુજારાએ પણ સરેન્ડર કરી દીધું. પુજારા 26 રન બનાવી ટિમ સાઉધીનો શિકાર બન્યો.

પુજારાનું કરિયર ખતમ થશે?

ચેતેશ્વર પુજારાએ વર્ષ 2019થી અત્યાર સુધી એકપણ સદી ફટકારી નથી. ટીમ ઈન્ડિયામાં તેને ઘણી તકો મળી ચૂકી છે અને ટીમ ઈન્ડિયાની પાસે ખેલાડીઓની અછત નથી. એવામાં જો ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં પુજારા કંઇ ખાસ કરવામાં નિષ્ફળ રહે છે તો શક્ય છે કે તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવે અને સૂર્યકુમાર યાદવ તેને રિપ્લેસ કરી દે.

જો પુજારાનો ફ્લોપ શો ચાલુ જ રહેશે તો ભારતીય ટીમ મેનેજમેન્ટ સૂર્યકુમાર યાદવને તેનું સ્થાન આપી શકે છે. સૂર્યકુમાર યાદવ ચેતેશ્વર પુજારાની તુલનામાં સારો બેટ્સમેન છે જે મેદાનની ચારેય બાજુ શોટ લગાવી ચોગ્ગા-છગ્ગા ફટકારી શકે છે. સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર બેટિંગ માટે ચેતેશ્વર પુજારા માટે ખતરો બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp