ન્યુઝીલેન્ડની મસ્જિદમાં ગોળીબારી, બાંગ્લાદેશની ટીમનો આબાદ બચાવ, જુઓ વીડિયો

PC: youtube.com

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની એક મસ્જિદમાં ગોળીબારી થઈ. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાની સંભાવના છે. ન્યુઝીલેન્ડ પોલીસના એક નિવેદન અનુસાર, ક્રાઈસ્ટચર્ચમાં ગંભીર સ્થિતિ પેદા થઈ ગઈ છે. અહીં એક શૂટર હાજર છે. પોલીસ તેને પકડવાના તમામ સંભવ પ્રયાસો કરી રહી છે, પરંતુ હજુ પણ માહોલ જોખમભર્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, ગોળીબારી દરમિયાન એક મસ્જિદમાં ઘણા લોકોના મોત થયા છે. જ્યારે બીજી મસ્જિદને ખાલી કરાવી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, આ ઘટના દરમિયાન ત્યાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હાજર હતા.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડી તમીમ ઈકબાલે ટ્વિટ કરીને કહ્યુ છે કે- ગોળીબારીમાં આખી ટીમનો ચમત્કારિક બચાવ થયો છે. ખૂબ જ ડરાવનો અનુભવ હતો. મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશ ટીમના તમામ સભ્યો મસ્જિદમાંથી સલામત બહાર નીકળીને હેગ્લે પાર્કથી ઓવલ તરફ ભાગ્યા. ન્યુઝીલેન્ડ પોલીસે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ક્રાઈસ્ટચર્ચમાં હજુ પણ એક હુમલાખોર સક્રિય છે અને ત્યાં પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના તમામ પ્રયત્નો કરી રહી છે. પરંતુ, જોખમ ઘણુ વધારે છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, મસ્જિદમાં ઘણા લોકોના મોત થયા છે અને એક અન્ય મસ્જિદને ખાલી કરાવવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા જલાલ યૂનુસે જણાવ્યુ હતુ કે, આખી ટીમને બસમાં બેસાડીને મસ્જિદમાં લાવવામાં આવવા હતી અને જ્યારે ગોળીબારી થઈ ત્યારે ટીમના ખેલાડીઓ મસ્જિદમાં પ્રવેશ જ કરી રહ્યા હતા.

બાંગ્લાદેશની ટીમને હોટેલમાં સુરક્ષિતરીતે પહોંચાડી દેવામાં આવી છે અને તમામ ખેલાડીઓને હોટેલમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. ખેલાડી તમીમ ઈકબાલે ટ્વિટ કર્યુ છે કે, આ ખૂબ જ ડરાવનો અનુભવ હતો, હુમલાખોર ગોળીબારી કરી રહ્યો હતો. આખી ટીમ આ ગોળીબારીથી બચી ગઈ છે. અમારા માટે પ્રાર્થના કરો.

જણાવી દઈએ કે, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમી રહી છે. કાલે જ ક્રાઈસ્ટચર્ચમાં ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાવાની છે. બાંગ્લાદેશની ટીમ ન્યુઝીલેન્ડમાં ફેબ્રુઆરીથી છે. વન-ડે સીરિઝ 3-0થી હાર્યા બાદ ન્યુઝીલેન્ડ ટેસ્ટ સીરિઝ રમી રહી છે. જેમાં તે 2-0થી પાછળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp