ઓલિમ્પિકમાં એથલીટ હારી ગઈ પછી કોચે કેમેરાની સામે કર્યું પ્રપોઝ, જુઓ Video

PC: ndtv.com

દુનિયાના સૌથી મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ દરમિયાન જીવનનું સૌથી મોટું પ્રપોઝલ જોવા મળ્યું છે. આર્જેન્ટિનાની તલવારબાજ મારિયા બેલેનની સાથે ટોકિયો ઓલમ્પિક દરમિયાન કંઈક એવુ જ થયું. મારિયા પહેલા રાઉન્ડમાં જ હારીને મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ એક ટીવી ઈન્ટરવ્યૂમાં તે મીડિયાના સવાલોના જવાબ આપી રહી હતી. તે સમયે મારિયા ખૂબ જ નિરાશ દેખાઈ રહી હતી. ત્યારે તેના કોચ લુકાસ સૉસેડો પાછળથી આવ્યા. તેમના હાથમાં એક કાગળ હતું, જેના પર લખ્યું હતું- શું તું મારી સાથે લગ્ન કરશે. તેમણે ઘૂંટણ પર બેસીને મારિયાને પ્રપોઝ કર્યું, જેનો મારિયાએ સ્વીકાર કરી લીધો. કોચે પ્રપોઝ કરતી વખતે કહ્યું કે, તે જલ્દીથી હાં કહી દે, કારણ કે તમામ લોકોની નજર તેના પર જ છે.

મારિયા અને સૉસેડો છેલ્લાં 17 વર્ષથી રિલેશનશિપમાં છે. સૉસેડોએ 2010માં પેરિસમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન પણ મારિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારે મારિયાએ હાં નહોતી કહી. તેણે સૉસેડોને કહ્યું હતું- આ મજાક છે કે કંઈ બીજું, પરંતુ ટોકિયો ઓલમ્પિક દરમિયાન આખરે તે માની ગઈ. મારિયાએ કહ્યું- સૉસેડોના પ્રપોઝલ પર હું સ્તબ્ધ રહી ગઈ હતી. મને ખૂબ જ ખુશી મળી. અમે લાંબા સમયથી રિલેશનશિપમાં છીએ. અમે બંને પરત આર્જેન્ટિના જઈને આ ખુશીને સેલિબ્રેટ કરીશું. આ સેલિબ્રેશન આર્જેન્ટિનાના પારંપરિક બારિક્યૂના અસાદોની સાથે હશે.

કોચ સૉસેડોએ ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હું મારિયાને પ્રેમ કરું છું, મેચ હાર્યા બાદ તે ખૂબ જ દુઃખી હતી. તેને પ્રપોઝ કરવા અને ખુશ કરવા માટે એક લેટરમાં લગ્નનો પ્રસ્તાવ લખીને હું તેની સામે પહોંચી ગયો. મારિયાએ પોતાના કોચના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. મારિયા અને સૉસેડોની મુલાકાત તલવારબાજીની ગેમ દરમિયાન આર્જેન્ટિનામાં જ થઈ હતી. મારિયા આર્જેન્ટિના માટે વિશ્વ સ્તર પર ઘણા મેડલ્સ જીતી ચુકી છે. તેમજ કોચ સૉસેડો પણ તલવારબાજીમાં આર્જેન્ટિનાનો દિગ્ગજ પ્લેયર રહ્યા છે.

ટોકિયો ઓલમ્પિક દરમિયાન ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો આ બીજો મામલો છે. રવિવારે સાઉદી અરબ વિરુદ્ધ મેચ બાદ જર્મન ફોરવર્ડ મેક્સ ક્રુસેએ પણ ગર્લફ્રેન્ડને કેમેરાની સામે સફળતાપૂર્વક પ્રપોઝ કર્યું હતું. જર્મનીની ટીમ તે મેચમાં 3-2થી જીતી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp