20 વર્ષથી અકબંધ ઓસ્ટ્રેલિયાનો આ રેકોર્ડ કોહલીની ટીમે તોડ્યો

PC: bcci.tv

જો મુકાબલો વિશ્વની બે કદ્દાવર ટીમો વચ્ચે થતો હોય અને રેકોર્ડ ન તૂટે એવું બને ખરું, એવું તો થાય જ નહીં. વર્લ્ડ કપ 2019માં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવીને 2015માં મળેલી હારનો બદલો લઇ લીધો. આ મેચમાં એવાં ઘણાંય રેકોર્ડ તૂટ્યા જેના પર ઓસ્ટ્રેલિયાનું નામ લખાયેલું હતું.

ઓસ્ટ્રેલિયાની આ હાર એટલા માટે પણ મહત્ત્વની છે અને વધારે દર્દ આપનારી રહી છે કારણ કે કોઇ પણ ટીમ આ પહેલા આટલો મોટો સ્કોર વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે કરી શકી ન હતી. ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાનો સતત જીતવાનો ક્રમ પણ તૂટ્યો હતો. ઓસ્ટ્રેલિયા સતત 10 મેચ અને વર્લ્ડ કપમાં આઠ મેચથી ચાલી રહેલો વિજયરથ રોકાઇ ગયો હતો.

ગત વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબાનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય કે પાછલા આઠ વર્લ્ડ કપમાંથી તેને પાંચ વર્લ્ડ કપમાં જીત મેળવી છે. ભારત સામેની મેચમાં આ પહેલા એક રસપ્રદ રેકોર્ડ પણ હતો. 1999માં બાદ ક્યારેય લક્ષ્યનો પીછો કરતા વર્લ્ડ કપમાં હાર મળી ન હતી. જ્યારે છેલ્લે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં લક્ષ્યનો પીછો કરતા હારી હોય તે ઘટના 1999માં બની હતી અને એ સમયે ભારતીય કેપ્ટન માત્ર 10 વર્ષના હતા. આ વર્લ્ડ કપમાં રમી રહેલા ત્રણ ખેલાડી અફઘાનિસ્તાનના મુજીબ, અને પાકિસ્તાનના મોહમ્મદ હસનૈન અને શાહિન આફ્રિદી તો પેદા પણ થયા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp