26th January selfie contest

શમીને કોલકાતા પોલીસનું સમન્સ, બે વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

PC: indianexpress.com

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમમ્દ શમીને ઘરેલું હિંસાના આરોપમાં કોલકાતા પોલીસે સમન્સ મોકલ્યું છે. મોહમ્મદ શમીને આવતીકાલે બે વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. મોહમ્મ્દ શમી વિરુદ્ધ ઘરેલું હિંસા અને મેન્ટેનન્સનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Loading...

થોડા દિવસો પહેલા શમીના ફેસબુક ટેના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા, જેના પછી શમીએ એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. તેનુનં કહેવું હતું કે કોઈ તેમના પરિવારને તોડવા માગે છે. આ સંબંધમાં શમીની પત્ની હસીન જ્હાએ પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જી સાથએ પણ મુલાકાત લીધી હતી અને મદદની મહોર લગાવી હતી.

શમીની પત્ની હસીન જહાએ શમી પર આરોપ લગાવ્યો છે કે તેને બીજી મહિલાઓ સાથે અફેર્સ છે અને તેના પગલે તે તેને મારી નાખવાની ધમકી આપી હતી. હસીન જહાએ આરોપ લગાવ્યો હતો કે શમીના ઘરવાળાએ તેને ઝેર આપીને મારવાની કોશિશ કરી હતી. તેની ઉપર હાથ પણ ઉપાડ્યો હતો.    

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Loading...