ક્રિક્રેટર રોબિન ઉથપ્પાએ કેવી રીતે એની જ કંપનીના કર્મચારીઓનું 23 લાખનું કરી દીધુ

PC: BCCI

ભારતના ભુતપૂર્વ ક્રિક્રેટર રોબિન ઉથપ્પાની મુશ્કેલીમાં વધારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. 23 લાખ રૂપિયાના PF કૌભાંડમાં તેની સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે.

પ્રાદેશિક પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ વોરંટ ઇશ્યુ કર્યું હતું. આ વોરંટ 4 ડિસેમ્બરે ઇશ્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે પોલીસ વોરંટની બજવણી કરવા માટે ગઇ ત્યારે ખબર પડી કે રોબિને ઘર બદલી નાંખ્યું છે.

રોબિનની સામે આરોપ છે કે તે સેન્ચુરીઝ લાઇફ સ્ટાઇલ બ્રાન્ડનું સંચાલન કરતો હતો અને તેણે કંપનીના કર્મચારીઓના પગારમાંથી PFની રકમ કાપી લીધી હતી, પરંતુ કર્મચારીઓના ખાતામાં એ રકમ જમા કરાવી નહોતી. અત્યારે 27 ડિસેમ્બર સુધીમાં 23 લાખ ભરવા માટે રોબિનને સમય અપાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp