ધોનીની થશે CSKમા વાપસી, પણ આ ખેલાડીને લાગશે ઝટકો

15 Nov, 2017
04:45 PM
PC: sport360.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ગર્વનિંગ કાઉન્સિલ 21 નવેમ્બરના રોજ આગામી IPL માટે ખેલાડીઓને રિટેઇન કરવાની પોતાની પોલિસીની જાહેરાત કરશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, દરેક ટીમના ત્રણ ખેલાડીઓને રિટેઇન કરવાની ફ્રેન્ચાઈઝીઓને મંજૂરી આપવામાં આવી શકે છે, જેમાં 2 ખેલાડી ભારતીય અને 1 વિદેશી ખેલાડી હશે. છેલ્લા 2 વર્ષથી પ્રતિબંધનો સામનો કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આ સિઝનમાં વાપસી કરવાની છે, સાથે જ ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ હવે જોવા નહીં મળે.

રિપોર્ટ મુજબ CSK ટીમ મેનેજમેન્ટે મહેન્દ્ર સિંહ ધોની, આર.અશ્વિન અને ફાફ ડુ પ્લેસિસને રિટેઇન કરવાનું નક્કી કરી લીધું છે, પરંતુ સુરેશ રૈનાને ટીમ રિટેઇન કરી શકશે નહીં, જે CSKના ફેન્સ માટે ખરાબ સમાચાર કહી શકાય.

Leave a Comment: