
ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરની બેટ છેલ્લા ઘણા સમયથી શાંત હતી, પરંતુ જ્યારે તેની બેટ ચાલી તો એવી ચાલી કે રેકોર્ડ્સની લાઇન લાગી ગઇ. ડેવિડ વોર્નરે પોતાની 100મી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી અને એક બાદ એક ઘણા કીર્તિમાન બનાવી દીધા. ડેવિડ વોર્નરે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં રમાઇ રહેલી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં જબરદસ્ત બેવડી સદી ફટકારી દીધી. ડેવિડ વોર્નરની 100મી મેચ છે અને તેણે બેવડી સદી ફટકારીને તેને ખૂબ યાદગાર બનાવી દીધી છે.
આ મેચ અગાઉ ડેવિડ વોર્નરના ફોર્મ પર ઘણા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા અને તેના સંન્યાસની પણ વાતો કહેવામાં આવી રહી હતી. જો કે, ડેવિડ વોર્નરે પોતાના બેટથી બધા ટીકાકારોના જડબાતોડ જવાબ આપીને મોઢા બંધ કરી દીધા છે. તેણે બોક્સિંગ-ડે ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાની બેવડી સદી ફટકારી છે. ડેવિડ વોર્નરે અહીં ઘણા બધા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે અને દિગ્ગજ ખેલાડીઓની લિસ્ટમાં સામેલ થયો છે. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 25મી સદી બનાવી અને ઓપનર તરીકે સૌથી વધુ સદી બનાવવાની બાબતે હવે તે પાંચમા નંબર પર પહોંચી ગયો છે.
David Warner celebrates his 100th Test with a brilliant century 🙌
— ICC (@ICC) December 27, 2022
Watch #AUSvSA LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/FKgWE9jUq4 pic.twitter.com/cMf7UJRzS7
તેનાથી આગળ ભારતીય દિગ્ગજ સુનિલ ગાવસ્કર, એલિસ્ટર કૂક, મેથ્યૂ હેડન અને ગ્રીમ સ્મિથ છે. એ સિવાય ડેવિડ વોર્નના ઓવરઓલ ત્રણેય ફોર્મેટને મળાવીને કુલ મળાવીને 45 સદી છે અને વર્તમાનમાં રમી રહેલા ખેલાડીઓમાં તે સેકન્ડ બેસ્ટ છે. રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જે 72 સદી લગાવી ચૂક્યો છે. ડેવિડ વોર્નર પોતાની 100મી ટેસ્ટમાં સદી લગાવનારો બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો છે. આ અગાઉ આ કારનામું પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગે કર્યું હતું.
ઓવરઓલ તે એમ કરનારો 10મો ખેલાડી બની ગયો. એ સિવાય ડેવિડ વોર્નરના ટેસ્ટ ક્રિકેટમાં 8 હજાર રન પૂરા થયા. તો પોતાની 100મી ટેસ્ટ મેચમાં ડબલ સદી ફટકારનારા કેટલાક ખેલાડીઓની લિસ્ટમાં તે સામેલ થઇ ગયો છે. કહી શકાય છે કે ડેવિડ વોર્નરે એક જ સદીથી ઘણા બધા રેકોર્ડ બનાવી નાખ્યા. અત્યાર સુધી 73 ક્રિકેટરોએ ઓછામાં ઓછી 100 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ માત્ર 10 ખેલાડીઓએ પોતાની 100મી ટેસ્ટ મેચમાં સદી બનાવવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઇંગ્લેન્ડના કોલીન કોન્ડ્રે પોતાની 100મી ટેસ્ટ મેચમાં સદી બનાવનારા પહેલા ખેલાડી હતા. તેઓ કોઇ પણ દેશ માટે 100 ટેસ્ટ રમનારા પહેલા ખેલાડી પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp