ઝિમ્બાબ્વે સામે છેલ્લી ઘડીએ કેપ્ટનના પદ પરથી હટાવવા અંગે ધવને કહી આ વાત

PC: cricketaddictor.com

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરિઝ રમશે જે 25 નવેમ્બર શુક્રવારે ઓકલેન્ડમાં શરૂ થશે. રોહિત શર્માની ગેરહાજરીમાં બેટ્સમેન શિખર ધવન ટીમની કમાન સંભાળશે. વર્ષ 2022માં આ ત્રીજીવાર છે જ્યારે ધવન ટીમનું નેતૃત્વ કરશે, જે રીતે તેણે પહેલા વેસ્ટ ઈન્ડિઝ વનડે સીરિઝ અને પછી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરેલૂં વનડે સીરિઝ દરમિયાન કેપ્ટનશિપ કરી હતી. (ધવને ગત વર્ષે શ્રીલંકા વિરુદ્ધ પણ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે મુખ્ય ટીમ ઈંગ્લેન્ડમાં હતી). ઝિમ્બાબ્વે સીરિઝ માટે પણ શિખર ધવનને કેપ્ટનના રૂપમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ, છેલ્લી ઘડીએ કેએલ રાહુલ પોતાની ઈજામાંથી બહાર આવ્યા બાદ ટીમમાં આવી ગયો અને ફરી તેને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી વનડે મેચ પહેલા ધવનને પૂછવામાં આવ્યું કે, છેલ્લી ઘડીએ ઝિમ્બાબ્વે સીરિઝ માટે તેને કેપ્ટન તરીકે હટાવવા પર કેવું લાગી રહ્યું છે.

તેના જવાબમાં ધવને કહ્યું કે, તમે એક સારો સવાલ પૂછ્યો છે. હું પોતાને ભાગ્યશાળી માનુ છું કે મને પોતાના કરિયરના આ પડાવ પર ટીમનું નેતૃત્વ કરવાની તક મળી રહી છે. મને એ વિશે સારું લાગી રહ્યું છે અને આ એક પડકાર છે. અમે યુવા ટીમ સાથે સારી સીરિઝ જીતી છે. જો હું ઝિમ્બાબ્વે પ્રવાસની વાત કરું તો કેએલ રાહુલ અમારી મુખ્ય ટીમનો વાઈસ કેપ્ટન છે, જ્યારે તે પાછો આવ્યો તો મને એ વાતનું ધ્યાન હતું કે તેણે એશિયા કપમાં જવાનું છે. જો એશિયા કપ દરમિયાન રોહિત ઈજાગ્રસ્ત થઈ ગયો હોત તો કેએલને નેતૃત્વ કરવા માટે કહેવામાં આવી શકતે. આથી, એ વધુ સારું હતું કે તે ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન અભ્યાસ કરતે, ધવને પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું. તેણે કહ્યું, હું ઈજાગ્રસ્ત નથી થયો. મને લાગે છે કે જે કંઈ પણ થાય છે, સારા માટે થાય છે. મને ત્યારે દક્ષિણ આફ્રિકા સીરિઝ માટે કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પસંદગીકર્તા અને ટીમ પ્રબંધને મને આ તક આપી. મને ક્યારેય ખોટું નથી લાગતું.

શું રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા વિકલ્પ ટીમ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે, ધવને કહ્યું- અમે લોકો થોડાં સમયથી સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. તે જ સમયે પોતાના વિશે વાત કરતા, મારે પ્રદર્શન કરતા રહેવાનું છે. મને ખબર છે કે જ્યાં સુધી હું પ્રદર્શન કરું છું, તે મારા માટે સારું રહેશે. તે મને મારા પગની આંગળીઓ પર રાખે છે અને મને ભૂખ્યો રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp