ધોનીએ વિરાટને આપી ધમકી- મેદાનમાં લેટ ન થતો, જુઓ વીડિયો

PC: youtube.com

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ IPLના આ સત્રમાં પણ ચેન્નઇ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે. 23 માર્ચથી શરૂ થનારા IPL-2019 ની પહેલી મેચમાં ધોની અને વિરાટ કોહલીની ટીમનો આમનો સામનો થશે. આ મુકાબલા પહેલા ટીવી પર IPLની એક જાહેરાત આવી રહી છે. વિરાટ અને ધોની વચ્ચેની આ પહેલી લડાઇ માટે પ્રશંસકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હાલમાં જ બંને ટીમો વચ્ચે થનારા આ મુકાબલા પહેલા એક એડ શૂટ કરવામાં આવી હતી.

આ એડમાં ક્રિકેટ ફેન્સ પોતપોતાની ટીમની ટી-શર્ટ પહેરીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ દરમિયાન ધોની અને કોહલી અગાસી પર ચા પીતા ફેન્સની ઉત્સુકતાને જોય છે. બંને ચા પીતા પીતે ફેન્સની ટક્કરને દૂરથી જોવાનું કામ કરે છે. ફેન્સ જોર જોરથી ધોની અને વિરાટના નામોની બુમ મારે છે. ત્યાર બાદ કોહલી કહે છે કે તો શું લાગે છે, એના પર ધોની જવાબ આપે છે કે ધોની અને કોહલીનો નામ છે. કોહલી કહે છે કે ચાલો તો રમત બતાવીએ.

ધોની અને કોહલી જતાં જતાં કહે છે 23 માર્ચના દિવસે મોડા ન પડતા અને કોહલી પણ જવાબ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp