5 સિક્સ ખાધા બાદ મેદાન પર જ રડવા યશ લાગ્યો હતો, પિતાએ આ રીતે વધાર્યું મનોબળ

PC: jansatta.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રવિવારે રિંકુ સિંહે અનહોનીને હોની કરી દેખાડી. ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 29 રનની જરૂરિયાત હતી. યશ દયાલના ઓવરમાં રિંકુ સિંહે 5 સિક્સ લગાવી દીધા. એક તરફ જ્યાં રિંકુ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી સેલિબ્રેશન મનાવી રહ્યા હતા, તો બીજી તરફ યશ દયાલની આંખોમાં આંસુ હતા. આ જ કારણ હતું કે તેમના પિતા ચન્દ્રપાલ દયાલે સોમવારે પહેલી વખત અખબાર ન પકડ્યું.

તેઓ પોતાના દિવસની શરૂઆત અખબારથી કરે છે. તેઓ પોતાના દીકરાની રડતી તસવીર જોવા માગતા નહોતા. તેમણે સોશિયલ મીડિયા પણ ચેક ન કર્યું. રિંકુ સિંહ અને યશ દયાલ બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. છેલ્લા બૉલ પર સિક્સ લગાવ્યા બાદ અલીગઢમાં રિંકુ સિંહના ઘરમાં સેલિબ્રેશનનો માહોલ હતો તો, પ્રયાગરાજના રહેવાસી યશના પિતા ચન્દ્રપાલે ટી.વી. બંધ કરી દીધી. તેમને પોતાના નજીકના લોકો પાસેથી ખબર પડી કે યશ મેદાન પર રડી રહ્યો હતો.

ચન્દ્રપાલ દયાલને ચિંતા સતાવવા લાગી. યશ વધારે વાતચીત કરતો નથી અને ન તો પોતાની ભાવનાઓ જાહેર કરે છે. ચન્દ્રપાલ આ જ કારણે ચિંતિત હતા. તેમણે યશ સાથે ફોન પર વાત કરી અને વર્ષ 2007ના T20 વર્લ્ડ કપમાં 6 સિક્સ ખનાર સ્ટુઅર્ટ બ્રોડ સહિત અન્ય બોલરોનું ઉદાહરણ આપીને મનોબળ વધાર્યું. સ્ટુઅર્ટ બ્રોડને ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 6 સિક્સ લગાવ્યા હતા. ફોન પર વાત કરવા અગાઉ ચન્દ્રપાલે ટીમ હોટલમાં યશની કાકી, કાકા અને પિતરાઇ બહેનને મોકલ્યા, જે મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા.

એક અંગ્રેજી અખબારને ચન્દ્રપાલ દયાલે કહ્યું કે, મેં તેને કહ્યું કે, જાઓ અને તેનું મનોબળ વધારો. તે ઉદાસ હશે. પ્લીઝ જાઓ. તે બોલે પણ ઓછું છે. તે ઇન્ટ્રોવર્ટ છે અને એવી સ્થિતિમાં પણ તે કોઈ સાથે કંઈ નહીં બોલે. ચન્દ્રપાલ દયાલ 80ના દશકના અંતમાં વિજી ટ્રોફીમાં રમનારા ફાસ્ટ બોલર હતા. તેમણે યશ સાથે વાત કરવા અગાઉ પોતાને સંભાળવા પડ્યા. તેમણે કહ્યું કે, હું એક ક્રિકેટર છું, પરંતુ માતા-પિતા હોવું અલગ વાત છે. હું થોડો ઉદાસ હતો, કેમ થયો, કેવી રીતે થયો, પોતાના દીકરા માટે ચિંતિત હતો.

પછી તેમણે નિર્ણય લીધો કે તેઓ આ મુશ્કેલ સમયમાં પોતાના દીકરા સાથે ઊભા રહેશે અને આગામી મેચ જોવા સ્ટેડિયમ જશે. ત્યારબાદ તેમણે યશને ફોન કર્યો. ચંદ્રપાલે ફોન કર્યો તો યશ કાકા-કાકી દ્વારા મનોબળ વધારવાથી થોડો બહાર આવી ચૂક્યો હતો. કોઈ પિતા એક યુવા છોકરાને શું કહેશે. જે ભારત માટે રમવા અને સ્ટાર બનવાનું સપનું રાખે છે અને તેની એક ઓવરનો વીડિયો વાયરલ હતો? તેમણે યશને કહ્યું કે, ગભરાવાનું નથી, ક્રિકેટમાં આ કોઈ નવી વાત નથી. બોલરોને માર પડે છે. આ મોટા બોલરો સાથે પણ થયું છે. બસ સખત મહેનત કર, જો તે ક્યાં ભૂલ કરી છે, પરંતુ યાદ રાખજે કે ક્રિકેટમાં એમ પહેલી વખત થયું નથી. મલિંગા, સ્ટુઅર્ટ બ્રોડ જેવા મોટા ખેલાડી એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp