લાગણીશીલ થઇ ગયેલા ભારતીય ખેલાડીઓ, DRS વિવાદનો અમને ફાયદો મળ્યોઃ SA કેપ્ટન એલ્ગર

PC: hindi.cricketkhabara.com

સાઉથ આફ્રિકાએ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે શાનદાર પ્રદર્શન કરી સીરિઝ પર કબજો કરી લીધો છે. અંતિમ ટેસ્ટ મેચ જીતીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ સીરિઝમાં કેપ્ટન ડીન એલ્ગરનું પણ મોટું યોગદાન રહ્યું છે. જેણે કેપ્ટનશીપની સાથોસાથે બેટિંગ કરીને પણ બેસ્ટ પર્ફોમ કર્યું છે. ટેસ્ટ મેચ કેપટાઉનમાંથી જીતી લીધા બાદ એલ્ગરે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ડીન એલ્ગરે કહ્યું કે, DRS વિવાદથી અમારી ટીમને ફાયદો થયો છે.

ભારતીય ક્રિકેટ ટીમ સામે નિર્ણાયક ટેસ્ટમાં ટાર્ગેટ સુધી પહોંચવામાં સારો સમય મળ્યો હતો. કારણ કે વિરાટના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા પોતાના ધ્યાનથી ભટકી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ડીન એલ્ગરને LBW આઉટ દેવાનો નિર્ણય અંતે થર્ડ અમ્પાયરે બદલી નાંખ્યો હતો. કારણ કે, હોકઆઈ ટેકનિકમાં બોલ સ્ટંપની ઉપરથી જતો જોવા મળ્યો હતો. DRSના નિર્ણય બાદ ભારતીય ક્રિકેટ ટીમ ખૂબ નારાજ હતી. ગ્રાઉન્ડ પર અમ્પાયર મરાઈસ ઈરાસ્મસ પણ આ નિર્ણયથી ચોંકી ગયા હતા. કેપ્ટન વિરાટ, વાઈસ કેપ્ટન કે.એલ.રાહુલ તથા સિનિયર ઓફ સ્પીનર આર અશ્વિને સાઉથ આફ્રિકાના બ્રોડકાસ્ટર પ્રસારક સુપર સ્પોર્ટ્સના સ્ટંપ માઈક પર માછલા ધોયા હતા.

જ્યારે DRS વિવાદ થયો એ સમયે જીતવા માટે 212 રનનો પીછો કરતી ટીમ સાઉથ આફ્રિકાએ એ સમયે એક વિકેટના નુકસાનથી 60 રન કર્યા હતા. એ પછી ભારતીય ક્રિકેટ ટીમ DRS વિવાદમાં અટવાઈ ગઈ. એ પછી સાઉથ આફ્રિકા ટીમે આઠ ઓવરમાં 40 રન ફટકારી નાંખ્યા. એલ્ગરે ક્હ્યું કે, વિવાદને કારણે અમને સમય મળી ગયો.અમે ઝડપથી રન બનાવવા લાગ્યા. જેના કારણે ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદ મળી હતી.

એ સમયે ભારતીય ખેલાડીઓ ગેમ ભૂલીને લાગણીશીલ થઈ ગયા હતા. મને આમાં ઘણી મજા આવી ગઈ. કારણ કે, ભારતીય ખેલાડીઓ કદાચ કોઈ દબાણમાં હોય એવું પણ બને. એ સમયે સ્થિતિ ભારતીય ક્રિકેટ ટીમ માટે પ્રતિકુળ રહી. જ્યારે ટીમના આવી કોઈ આદત ન હતી. અમે ઘણા ખુશ હતા પણ ત્રીજા અને ચોથા દિવસે સારી બેટિંગ કરવાની હતી. કારણ કે, પિચ પરથી તો બોલર્સને મદદ મળી રહી હતી. અમારે અમારી નેચરલ ગેમ પર અડગ થઈને રમવાનું હતું. ગત વર્ષે સેન્ચુરિયનમાં આયોજિત બોક્સિંગ ડે ટેસ્ટમાં 113 રનથી હાર બાદ એલ્ગરે ટીમ સાથે વાતચીત કરી. જેનું પરિણામ એ ટીમની તરફેણમાં આવ્યું.

એલ્ગરે ઉમેર્યું કે, ડોમેસ્ટિક મેચમાં પહેલો જ મેચ હારી જવો એ સારૂ નથી હોતું. પણ સાઉથ આફ્રિકામાં ધીમી શરૂઆત કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. પહેલી ટેસ્ટ મેચ હારી ગયા બાદ અમે જાગી ગયા. ક્ષમતા અનુસાર પર્ફોમ કરીને બાકીની મેચ જીતી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp